બેઝઓઈલ પર દરોડાની બીજીબાજું : કચ્છમાં ટ્રક- ગાડીવાળાઓનો શું વાંક ? વિકલ્પ પર કરો વિચારણા

બેઝઓઈલ નિયમ વિરૂદ્વનું હતુ, પરંતુ ટ્રકમાલિકો, ગાડીવાળાઓ-ટ્રાન્સપોર્ટસને પરવડતું હતું,પડતું હતું ઘણું કિફાયતી, ગાડીને નુકસાનીના ભોગે પણ ટ્રકોમાં તેનો થતો હતો મોટાપાયે વપરાશ

હવે સદંતર જ દરોડા પાડી બંધ કરી દેવાતા ટ્રકવાળાઓનું નીકળશે સૌથી વધુ કચ્ચરઘાણ.., ડિઝલ તો પોષાય તેમજ નથી, સવાર પડેને ડિજલના ભાવોમાં ભડકો દેખાય, ડિઝલના આગજરતા ભડકારૂપી ભાવો થકી તો બેઝઓઈલ કરી ગયું હતું પગ : ખૈર, હવે બેઝેઆઈલ એકઝાટકે જ બંધ કરી દેવાથી ટ્રકમાલિકો, ગાડીવાળા મુકાયા છે મૂંઝવણમાં : સસ્તુ બેઝઓઈલ બંધ થઈ ગયું, ડિઝલ પોષાય તેમ નથી, આવામાં જાયે તો જાયે કહાની બની રહી છે કફોડી હાલત..!

ખર્ચા નહીં પોષાય તો ગાડીઓ ટપોટપ થશે બંધ, ટ્રકોના પૈડા થંભી જશે, બેરોજગારી વધશે કચ્છમાં, તો ચોરી – ચપાટીઓનું પણ ઉચકાશે પ્રમાણ : કાયદો-વ્યવસ્થાની સ્થિતીને થઈ શકે છે અસર : વેળાસર જ બેઝઓઈલના
વિકલ્પ મામલે પણ શોધાવો જોઈએ રસ્તો..!

ગાંધીધામ : ખેતી અને પશુપાલન પછી કચ્છના સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ જગતને માટે તો ફરીથી વધુ એક વખત પડયાપર પાટુંની સ્થિતી ઉભી થવા પામી રહી હોવાનો ગંભીર વર્તારો દર્શાવવા પામી રહ્યો છે. આપણે વાત કરીરહ્યા છીએ, ગુજરાત સરકાર અને મુખ્યપ્રધાનશ્રી દ્વારા બેઝઓઈલ અને બાયોડિઝલના ચાલતા ગેરકાયદેસર હાટડાઓ બંધ કરવાના આદેશ બાદ રાજયના પોલીસ વડાશ્રી દ્વારા ધડાધડ ટીમોને તુટી પડવાની આપવામાં આવેલી સુચનાઓ પછી કચ્છમાં પણ ઠેર ઠેર બેઝઓઈલના મીક્ષીગના વેપલાઓ પર દરોડાનો અવિરત દોર ચાલી રહ્યો છે. રોજ સવાર પડે અને ત્રણથી ચાર એફઆઈઆર બેજઓઈલ સલગ્ન નોધાવવા પામી રહી છે. આવામાં મરો કચ્છમાં ટ્રાન્સપોર્ટ જગત, ટ્રકો-ગાડીવાળાઓનો થવા પામી રહ્યો હોવાનો ગણગણાટ હવે સામે આવવા પામી રહ્યો છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો ઈંધણના ભાવોને લઈને તો સરકાર કોઈ જ મોટી રાહત આપતી નથી. ડિજલના ભાવ હાલમા સદી વટાવવાની આસપાસ પહોચી ચૂકયા હતા. ટ્રકો અને ગાડીવાળાઓને ખનીજ હોય, સિમેન્ટ હોય કે લિગ્નાઈટ હોયતેમાં ભાડા વધારાની માંગ તો તેઓની લાંબા સમયથી પડતર અવસ્થામાં જ પડી છે. આવામાં બે પૈસા બચાવવા માટે ટ્રકોવાળા-ગાડીવાળાઓને બેજઓઈલ સસ્તુ અને પરવડતા ભાવે મળી રહેતુ હતુ. આ બેઝઓઈલથી ગાડીમાં ઈન્જીનનને નુકસાન થવા પામતુ હતુ. ચાડી હોય કે પછી ઓવરલોડ હોય તો વાહન ચલાવવુ પણ બેઝઓઈલ સાથે કપરૂ થઈ જતુ હતુ તેટલી હદે નુકસાની થતી હતી છતા પણ ગાડીવાળાઓ નાછુટકે ઈંધણના આસમાનને આંબતા ભાવોના વિકલ્પ રૂપે આ બેઝઓઈલનો ઉપયોગ કરી અને ખુદના બે છેડા ભેગ કરી લેતા હતા. પરંતુ હવે સરકારે જયારથી તેના પર દરોડાની સુચના આપી છે ત્યારથી હવે બાયોડિજલના પંપો તો ઠપ્પ જ થઈ ગયા છે, પરંતુ છાને છપને પણ જે બેઝઓઈલ વેંચાતુ હતુ તે સસ્તુ ઈંધણ પણ મળવુ મુશ્કેલ બની જવા પામી ગયુ હોવાની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે અને તેના લીધે જ કચ્છનો સૌથી મોટો એવો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફરીથી કલચમાં આવી રહ્યો હોવાનો સિનારીયો જાણકારો જોઈ રહ્યા છે.હકીકતમાં આ તબક્કે જાણકારો કહી રહ્યા છે કે, એકતરફ ડિજલના ભાવ આસમાનને આંબે છે તો બીજીતરફ ગાડીવાળઓ માટે પ્રાણવાયુ બની ગયેલ બેઝઓઈલ હવે મળવુ મુશ્કેલ બની ગયુ છે, પોલીસ સહિતનાઓ દ્વારા ઠેર ઠેર દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે, ગેરકાયદેસર હોય તેને બંધ તો કરવુ જ જોઈએ પરંતુ એક આખાય વિશાળ ટ્રાન્સપોર્ટ જગતના શ્વાસ થંભાવી જાય, ગાડીઓ દોડતી બંધ થઈ જાય તેવી અવસ્થા ઉભી ન થાય તે પણ હકીકતે જોવુ-વિચારવું જરૂરી બની રહ્યુ છે. જો આવી જ રીતે એકતરફ જ જોઈ અને સતત બેજઓઈલને બંધ કરી દેવાશો તો આ આખોય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફરી મરણપથારીએ જ આવી જવા પામશે. ગાડીઓ દોડતી બંધ થઈ જશે, તે ગાડીઓના માલિકો અને તેમની પાસે કામ કરનારા વર્ગ પર પણ તેની માઠી અસર થવા પામશે. રોજગારનુ એક મોટુ ક્ષેત્ર છીનવાઈ જશે. આ ગાડીવાળાઓ પાછળ નભતા તેમના લાખો પરીવારજનોની સ્થિતી દયનીય બની જવા પામશે. હકીકતમાં ટ્રકવાળાઓ-ગાડીવાળાઓનો આમા શું વાંક છે? સૌ પ્રથમ તો બાયોડિજલને સરકારી રાહે જ પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ અને તેથી જ તો ટ્રકવાળાઓ તેના તરફ વળી ગયા હતા, હવે જયારે મોંઘાદાટ ડિજલના ભવો વચ્ચે આ બેઝઓઈલ ખર્ચા કાઢવાને માટે ગાડીવાળઓને ઓકિસજનરૂપ બનવા માંડયુ તે જ સમયે મોટાપાયે દરોડાઓ પાડી અને હવે આ જથ્થો સુલભ બનવો કપરૂ બનાવી દીધુ અને ગાડીવાળાઓના શ્વાસ રૂંધાવી દીધા હોય તેમ ધીરે ધીરે ઠેર ઠેર ગાડીઓના થપ્પાઓ લાગી રહ્યા છે. આ બાબતે વેળાસર જ સબંધિત સૌ અસોસીએશન વાળાઓ આગળ આવે અને વચ્ચેનો માર્ગ શોધાય, વિકલ્પ પર વિચારણા થાય તે જ સમયની માંગ બની રહી છે.