બેકવર્ડની નહી દેશમાં ફોરવર્ડની થાય સ્પર્ધા : પીએમ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ વિકાસના મુદ્દા પર પછાત જિલ્લાઓના ૧૦૧ સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે દેશમાં બેકવર્ડની સ્પર્ધા કરવી નથી
પરંતુ દેશમાં ફોરવર્ડની સ્પર્ધા કરવી છે. સંસદમાં સેન્ટ્રલ હોલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાધ્યો હતો સંવાદ.વડાપ્રધાન મોદીએ જિલ્લામાં તૈનાત મોટી ઉંમરના અધિકારીઓનો વિકાસમાં અડચણરૂપ માન્યા હતા અને જવાન અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, જો તમામ બાળકોને શિક્ષણ મળે છે તો એ સામાજિક ન્યાયની દિશામાં એક પગલું હશે.. તમામ ઘરોમાં વિજળી મળે છે તો તે પણ સામાજિક ન્યાય તરફ વધુ એક પગલું હશે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણે દેશમાં બેકવર્ડની સ્પર્ધા કરવી નથી
પરંતુ દેશમાં ફોરવર્ડની સ્પર્ધા કરવી છે.
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે આપણે સામાજિક ન્યાયની વાત કરવી છે તો સમાજની અવસ્થા સુધી સિમિત રહે છે. જ્યારે એક ઘરમાં વિજળી છે અને તેની બાજુમાં આવેલા ઘરમાં વિજળી નથી તો શું એ જવાબદારી નથી બનતી કે ત્યાં વિજળી હોવી જોઇએ. જો
પાંચ જિલ્લાનો વિકાસ થયો છે અને ત્રણ જિલ્લાનો નથી થયો તો એનો અર્થ એ થયો કે આ ત્રણ જિલ્લાને પણ એ પાંચ જિલ્લાની બરોબરમાં લાવી શકાય છે. જો રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વિકાસ છે તો એનો અર્થ છે કે રાજ્યની અંદર પોર્ટેશલ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે જિલ્લા કે બે રાજ્યો પાસે સંસોધન યોગ્ય છે છતાં એક આગળ અને એક પાછળ છે તો એનું શું કારણ છે. કારણ સંસાધન નહી પરંતુ ગર્વનન્સ છે. લીડરશીપ, ઇમ્પ્લીમેન્ટેશન વગેરે તેનું કારણ હોઇ શકે છે. ૪૦-૪૫ ઉંમરના અધિકારીઓ પાસે અનેક ચિંતાઓ હોય છે. સ્ટેટ કેડરના પ્રમોટી ઓફિસરને જ બેકવર્ડ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. હું આ અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું.
લીમેન્ટેશન વગેરે તેનું કારણ હોઇ શકે છે. ૪૦-૪૫ ઉંમરના અધિકારીઓ પાસે અનેક ચિંતાઓ હોય છે. સ્ટેટ કેડરના પ્રમોટી ઓફિસરને જ બેકવર્ડ જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. હું આ અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું.

 

મોદી સંબોધનના મુખ્ય અંશ
• દરેક ઘરમાં વીજળી પહોંચાડવી આપણી જવાબાદરી • મિશન મોડમાં લોકોને જોડવાની જરૂર• કેન્દ્ર અને રાજય વચ્ચે હાલમાં સ્પર્ધા વધી છે • પછાત જિલ્લાના વિકાસની જવાબદારી આપણી • કેટલાક રાજયોનો વિકાસ થાય છે • વિકાસ મામલે ૧૧પ જીલ્લાઓના ડીએમ સાથે વાત કરી છે • સામાજીક ન્યા અંતર્ગત સમાનતા હોવી જોઈએ • સમાજતા માટે બધા જ જિલ્લાનો વિકાસ જરૂરી છે • સાંસદ-ધારાસભ્યો સાથે બેસીને વાતચીત કરે