બેંગ્લોરમાં ૩૦૦૦ કોરોના દર્દી લાપતા, મોબાઇલ સ્વીચ ઓફ, તંત્રની દોડધામ

(જી.એન.એસ)બેગ્લોર,પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ ભયંકર બની ગયો છે અને દરરોજ હજારોની સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે અને સાથોસાથ વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પણ થઈ રહ્યું છે અને આ બધી ઉપાધિ ની વચ્ચે એવા સમાચાર બહાર આવ્યા છે કે પશ્ચિમ બંગાળમાંથી કોરોનાવાયરસ ના કુલ ૩,૦૦૦ જેટલા પોઝિટિવ દર્દીઓ લાપતા થઈ ગયા છે. આ બધા જ દર્દીઓ બેંગલોર માંથી જ ગાયબ થયા હોવાનું બહાર આવ્યું છે.
આ તમામ દર્દીઓને શોધવા માટે તંત્ર દ્વારા દોડધામ શરૂ થઈ છે અને પોલીસ સહિતના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આવા દર્દીઓને શોધવા નો વ્યાયામ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એક નવો પડકાર બંગાળમાં ઉભો થઇ ગયો છે.અધિકારીઓએ એવી માહિતી આપી છે કે ગુમ થયેલા ત્રણ હજાર જેટલા પોઝિટિવ દર્દીઓ પૈકીના મોટાભાગના દર્દીઓ એ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા છે માટે તેમનો સંપર્ક કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.આ તમામ દર્દીઓને જલ્દીથી શોધી લેવા જરૂરી છે નહીંતર આ લોકો અન્યત્ર ભાટકી ને બીજા લોકોને ચેપ લગાવી શકે છે અને કોરોનાવાયરસ મારી ગંભીર રીતે ફેલાઇ શકે છે અને લોકોને પણ સાબદા કરી દેવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળના દરેક જિલ્લામાં કર્મચારીઓ અને પોલીસ ખાતા દ્વારા આવા દર્દીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડો. કે સુધાકરને જણાવ્યું હતું કે, લોકોના છુપાવવાનો મામલો ગત વર્ષથી ચાલી આવી રહ્યો છે. અમે લોકોને મફત દવા આપી રહ્યા છે, જે ૯૦ ટકા કેસોને નિયંત્રિત કરી શકે છે. પરંતુ તેઓએ મોબાઇલ ફોન બંધ કરી દીધા છે. અશોકે જણાવ્યું કે મોટાભાગના સંક્રમિતોએ પોતાના ફોન કરી દીધા છે અને લોકોને તેમના રહેઠાણ અંગે જાણકારી નથી આપી રહ્યા. તેમણે જણાવ્યું કે તેનાથી વસ્તુ વધુ મુશ્કેલ થઇ રહી છે. તેમણે જણાવ્યું કે મને લાગે છે કે બેંગ્લુરુમાં ઓછામાં ઓછા ૨ હજારથી ૩ હજાર લોકોએ પોતાનો ફોન બંધ કર્યા છે એને ઘર છોડી બીજે ક્યાંય જતા રહ્યા છે. અમે નથી જાણતા કે તેઓ ક્યાં ગયા છે.અશોક સંક્રમિતોને પોતાનો ફોન ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે, આ પ્રકારના વર્તનથી કોરોનાના કેસો વધશે. આ ખોટું છે, જ્યારે તમે અંતિમ સમયે આઈસીયૂ બેડ શોધો છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ૨૦ ટકા દર્દીઓ અમારા ફોનના જવાબ નથી આપી રહ્યા. પોલીસ તેમને તેમની રીતે શોધશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૧૪ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. પ્રતિબંધો મંગળવારથી શરૂ થઇ ગયા છે.