બુલેટ ટ્રેનની વાતો વચ્ચે રાજ્યમાં ૧૦૭૮ ફાટકો જોખમી

સપ્ટેમ્બર ર૦૧૮ સુધીમાં ગાંધીધામ – ભુજ સહિતના બ્રોડગેજ નેટવર્કમાં માનવ રહિત રેલવે ક્રોસીંગો કરાશે દૂ

ભુજ : ગુજરાતમાં એક તરફ મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન થઇ રહ્યું છે ત્યારે એક વાસ્તવિક્તા એ પણ છે કે રાજ્યમાં હજુ પણ ૧૦૭૮ માનવરહિત રેલવે ક્રોસિંગ છે. આ પ્રકારના માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માત થવાની તલવાર સતત લટકતી રહે છે. વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝનમાં જે ૫૩૧ ક્રોસિંગ છે અને તેમાંથી ૧૬૭ હજુપણ માનવરહિત છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર રેલવે ડિવીઝનમાં કુલ ૧૧૮૭ રેલવે ક્રોસીંગ છે તેમાંથી માત્ર ૩૧૩ ક્રોસીંગ જ માનવ રહિત હોવાનું જાણવા મળ્યૂં છે. હજુ ૮૭૪ ફાટક ખુલ્લી હોવાથી અકસ્માત માટે જોખમી બની છે.
કેન્દ્રિય રેલવે મંત્રી પીયૂષ ગોયલે સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં દેશના તમામ બ્રોડગેજ રેલવે નેટવર્કમાં માનવરહિત રેલવે ક્રોસિંગને દૂર કરવાના આદેશ આપ્યા છે. ગુજરાતમાં વેસ્ટર્ન રેલવેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર એમ પાંચ ડિવિઝન છે. અમદાવાદ ડિવિઝનમાં આવતા મોટા સ્ટેશનમાં કાલુપુર, સાબરમતી, મણીનગર, હિંમતનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, વીરમગામ, ધાંગધ્રા, ગાંધીધામ, ભૂજનો સમાવેશ થાય છે.