બુધવારે બાકી રહેલા લાભાર્થીઓ માટે બીજો ડોઝ : કચ્છ જિલ્લામાં તા. ૧૧/૦૮/ર૦ર૧ બુધવારનાં કોવિડ-૧૯નાં બીજા ડોઝમાં બાકી રહેલ લાભાર્થીઓ માટે ખાસ રસીકરણ ઝુંબેશ

કચ્છ જિલ્લામાં તા.૧૧/૦૮/ર૦ર૧ બુધવારના રોજ કોવેકસીન અને કોવીસીલ્‍ડનો ફકત બીજો ડોઝ ચાલુ રહેશે. જે વ્યકિતઓએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ર૮ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમના માટે બીજા ડોઝ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. આ બંને વેકસીનેશન માટેના રસીકરણ સ્‍થળો અલગ અલગ રહેશે. દરેક સ્‍થળ ઉપર રસીની ઉપલબ્‍ધતા મુજબ કામગીરી કરવામાં આવશે. આ અંગે સ્‍થળ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ટોકન મેળવી લેવાના રહેશે. આ ખાસ ઝુંબેશના દિવસે કોવેકસીન અને કોવિસીલ્‍ડનો પ્રથમ ડોઝની કામગીરી બંધ રહેશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક જિ. પં. – કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.