બુઢારમોરા પોસ્ટની બેદરકારીથી રજીસ્ટરથી આવેલ ચેક બુક રાખી મુકાઈ

અંજાર : તાલુકાના બુઢારમોરાની બીઓની બેદરકારીને કારણે અરજદારને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અહીંના માજી બીપીએમના પુત્રની રજીસ્ટર એડીથી ચેક બુક આવી હતી. જે બે દિવસ રાખી મુકીને મોડી ડિલિવરી કરાતાં અરજદારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બુઢારમોરાના માજી બીપીએમ આર.એસ. ઠક્કરના પુત્ર ગિરીશ ઠક્કરની ચેકબુક રજીસ્ટર એડીથી આવી હતી. ૯મી તારીખે રજીસ્ટર આવી ગયા બાદ તે દિવસે ડિલિવરી ન કરાઈ, ૧૦મીએ પણ ન થઈ અને ૧૧મીએ ડિલિવરી કરવામાં આવી ત્યારે બે દિવસ સુધી રજીસ્ટર ટપાલ રાખવા સંદર્ભે અરજદારે મે. ઓવરસીયર શ્રી રાઠોડને રજૂઆત કરી હતી, પરંતુ તેમણે પણ કોઈ વાત સાંભળી ન હતી. અંતે રાજકોટ પીએમજીને રજૂઆત કરાઈ હતી. બાનિયારીના બીપીએમએ પોતાના પુત્રને બુઢારમોરા સેટ કરી દીધા છે. જયારે નિયમ મુજબ ગામના સ્થાનિક હોવા જાઈએ ત્યારે આ સંદર્ભે પણ રજૂઆત કરાઈ હતી.