બુંગી કંપનીના મેનેજર્સના તાનાશાહીભર્યા ત્રાસથી મુકત કરાવો

મોટીચીરઈના ગ્રામજનોએ પૂર્વ કચ્છ પોલીસ વડાને આપ્યું આવેદન : જનરલ મેનેજર-એચઆર મેનેજર મોટી ચીરઈ ગામની સાથે તિરસ્કારભર્યા વલણ અપનાવાત હોવાની કરાઈ રાવ

 

ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપીને આપવામા આવેલા આવેદનમાં થયેલ રજુઆતમાં જણાવ્યા અનુસાર બુગી કંપનીના જનરલ મેનજર તથા એચ.આર. મેનેજર દ્વારા સ્થાનીક લોકોને ખોટી કનડગતો કરવામ આવે છે. અસહૃય ત્રાસ આપવામા આવી રહ્યો છે. મોટી ચીરઈની આસપાસમાં સાત આઠ જેટલી અલગ અલગ કંપનીઓ આવેલી છે. જેમા બુંગી કંપનીનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. અહી અન્યના પ્રમાણમાં બુંગી કંપની દ્વરા પાછલા સાતથી આઠ વર્ષથી ગામના કાર્યરત છે જેની સામે અગાઉ કયારે ફરીયાદો ઉભી થયેલ નથી પરંતુ જયારથી તેમાં નવા જનરલ મેનેજર અને એચઆર મેનેજર આવેલા છે ત્યારથી તેઓનુ વલણ ગામમા તીરસ્કાર ભર્યુ અને ગામના લોકોને ઉતારી પાડવા પ્રયત્નશીલ છે. જેના માટે ગાજમોને ગુન્હો ન હોવા છતા જે તે રસકારી વિભાગોમા ગામની ફરીયાદો કર્યા કરે છે. હદ એટલી થઈ ગયેલ છે કે, આ કંપનીના હાલના તાનાશાહ મેનેજમેન્ટ દ્વારા ગામના રપથી ૩૦ લોકોને ખોટી રીતે કનડગત કરી, હેરાન કરી, ખોટા ઓક્ષો કરી રોજગારી કરી નાખેલ છે. અને આ બાબતે મેનેજમેન્ટથી વાતચીત કરવા જતા તેમની સામે ખેટી પોલીસ ફરીયાદ કરવામા આવી રહી છે.
ગ્રામજનો સદાય કંપનીને વિકાસના માર્ગે મદદરૂપ અને સાથસાહકાર આપી જ રહ્યા છે છતા પણ કંપનીના વર્તમાન સુત્રધારો અને નવા આવેલા એચઆર મેનેજર અનુરધા બહેન તાનાશાહી રીતે વર્તન કરી રહ્યા હોવાની ફરીયાદ કરાઈ છે કંપની ગંદુપાણી સીમાળામાં છોડવામા આવે છે. વહેલી સવારે વાતાવરણ એટલુ પ્રદુષીત દુર્ગંધ આવે છે અને આસપાસનું દેખાવામા પણ કલીફ પડે છે. વળી કંપનીને ગામ બાંધકામની મંજુરી પણ એ શરતે આપવામા આવેલ હતી કે કપનીના કામમા ૮૦ ટકા રોજગારી આપવામા આવશે. તેમ છતાકંપની દ્વારા ગામલોકોન નોકરીમાંથી છુટા કરવા અને જા તે અંગે વાતચીત કરવા જાય તો પોલી ફરીયાદ કરે છે. કંપની એટલી હદ સુધી ગામ લોકોને હેરાન કરી રહી છી કે અમારા ગામના જ દસથી અગ્યાર લોકેની સામે કંપનીમાથી ચોરીની ફરીયાદ પણ દાખલ કરાવી નાખી છે જેમા કોઈ જ સત્ય છે જ નહી. ગામલોકો દ્વારા રોજગાર અર્થે રોજગાર વિનિમય કચેરી તથા કલેકટર કચેરીએ રજુઆત કરવામા આવી છે તથા ગામ પર વિનાવાંકે કંપની દ્વારા કરવામા આવતા અત્યારચારથી મુકત કરાવવા તથા કંપનીના જ જનરલ મેનેજર મંગેશભાઈ તથા એચઆર મેનેજર અનુરાધાજીને અહીથી બદાલવામા આવે તેમ ગામના વિવિધ આગેવાનોએ રૂબરૂમાં આવેલા આવેદનમા જણાવાયુ છે.