બી ડિવિઝન પોલીસની ટીમનો સપાટો : કટીંગ પહેલા મોટો જથ્થો ઝડપ્યો : ગાંધીધામના પડાણામાંથી ૨૦ લાખનો ઝડપાયો શરાબ

ઘણા લાંબા સમય બાદ બી ડીવીઝન વિસ્તારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપાતા કુતુહલ

વારાહીના અકરમ  સિપાહીએ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની પ્રાથમિક તપાસમાં થયો ખુલાસો

બી ડીવિઝન પોલીસની ટીમ દ્વારા પડાયા ત્રણ દરોડા : ૧ પડાણામાં બે સપનાનગરમાં : સ્વિફટ કાર, છોટાહાથી સાથે બે શખ્સો પણ ઝડપી લેવાયા : વધુ પુછતાછ હાથ ધરાઈ

ગાંધીધામ : તાલુકાના પડાણા ગામે પોલીસે દરોડો પાડીને અંદાજે વીસેક લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. બાતમીને પગલે પોલીસે દારૂના ત્રણ ક્વોલિટી કેસ કરીને સ્વિફટ કાર, છોટાહાથી સહિત બે આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પોલીસ સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ શ્રી દેસાઈના નેતૃત્વ હેઠળ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ભરબપોરે ગાંધીધામના પડાણામાં દારૂના દરોડા પડાયા હતા, જેમાં એક સ્વિફટ કાર અને એક છોટાહાથીમાંથી પ્રોહિ. મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની રેડમાં બે આરોપીઓની પણ અટક કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણ જુદા-જુદા ક્વોલિટી કેસ કરીને અંદાજે વીસેક લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો. આ લખાય છે તે દરમ્યાન કાર્યવાહી ચાલુમાં હોતા વધુ વિગતો અંકે થઈ શકી નથી.

આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગાંધીધામ બી ડીવીજન પોલીસની ટીમ અને ડી સ્ટાફ સહિતનાઓ દ્વારા પડાણામા ં૧ અને સપનાનાગરમાં બે મળીને કુલ્લ ત્રણ દરોડા પાડયા છેજે માં પડાણામાં રોયલ ચેલેન્જની પાંચ પેટીઓ મળવા પામી છે તો વળી સપનાનગરમાં અલગ અલગ બ્રાન્ડના દારૂનો જથ્થો મળી આવવા પામયો છે. હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા મુદામાલ અને જથ્થાની ગણતરી સહિતની કામગીરી ચાલુમાં હોવાથી સાચો આંક મળવા પામી શકયો નથી પરંતુ અંદાજે ત્રણેય દરોડામાં ર૦ લાખનો મુદામાલ કબ્જે કરાયો હોવાનુ સામે આવ્યુ છે. વધુમાં જાણવા મળેલી માહીતી અનુસાર વારાહીના અકરમ સિપાહી નામના શખ્સે દારૂ ભરી આપ્યો હોવાનુ કેફિયત પણ સામે આવવા પામી ચૂકી છે તો વળી અકરમનો ભાઈ અને રાજસ્થાની ગોળ અટક ધરાવતો શખ્સ સંકુલમાં દારૂ વેચનાાર તરીકેની ભૂમિકામાં હતા જે બન્ને શખ્સોને પકડીને આગળની પુછતાછ હાથ ધરવામા આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ શ્રી દેસાઈના સીધા જ નેતૃત્વ તળે ગાંધીધામ બી ડીવીજનના ડી સ્ટાફ સહિતના પોલીસકર્મીઓ પાર પાડી રહ્યા છે.