બીસીસીઆઈએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટે ૨૦ સભ્યોની ટીમની જાહેરાત કરી

(જી.એન.એસ), મુંબઈ, ઓગસ્ટ મહિનામાં જ નક્કી કરવામાં આવ્યું કે આગામી ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે ભારતીય ટીમની જાહેરાત ચોથી ટેસ્ટ બાદ કરવામાં આવશે. સૂત્રના જણાવ્યા અનુસાર, કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગી સમિતિએ ઓવલ ખાતે ચોથી ટેસ્ટ પહેલા ટીમની પસંદગી અંગે વર્ચ્યુઅલ ચર્ચા કરી હતી અને તે બેઠક દરમિયાન ટીમ નક્કી કરવામાં આવી હતી. વધુમાં સૂત્રએ કહ્યું કે ભારત પાસે પહેલેથી જ નિયુક્ત ટી ૨૦ ટીમ છે અને ચર્ચાઓ માત્ર થોડા ખેલાડીઓ વિશે હતી. આઈસીસીએ તમામ ટીમોને ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પોતાની ટીમો જાહેર કરવા કહ્યું છે. આઇસીસી માત્ર ૧૫ ખેલાડીઓનો ખર્ચ ઉઠાવશે. આવી સ્થિતિમાં મ્ઝ્રઝ્રૈં ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે ૨૦ સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. આમાં, પાંચ ખેલાડીઓને અનામત તરીકે સમાવી શકાય છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન પર ચાલી રહી છે. આજે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે અને મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બીજી બાજુ, એક મહિના પછી યુએઈ અને ઓમાનમાં આયોજિત આઈસીસી ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ટીમોએ તેમની ટીમોને લઈને માથાપચ્ચી શરૂ કરી દીધી છે. ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિએ ૧૫ સભ્યોની ભારતીય ટીમને અંતિમ રૂપ આપ્યું છે. પસંદગીકારો પહેલેથી જ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી બંનેને મળી ચૂક્યા છે અને તેમની જાણકારી લઈ ચૂક્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પસંદ કરેલી ટીમની જાહેરાત સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે કરવામાં આવશે.