બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ કેમ નહીં?

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (સીઆઇસી) દ્વારા યૂથ અફેર્સ એન્ડ સ્પોટ્‌ર્સ મંત્રાલય પાસે ક્રિકેટ ક્ધટ્રોલિંગ બોડી બીસીસીઆઈને શા માટે આરટીઆઈ હેઠળ આવરી લેવામાં નથી આવી તે અંગે સ્પષ્ટતા માગી છે. ઇન્ફોર્મેશન કમિશનર શ્રીધર આચાર્યુલુએ જણાવ્યું છે કે બીસીસીઆઈ ની લાંબા સમયથી ચાલી આવતી અનિશ્ર્‌ચિતતા પર નિયંત્રણ લાવવું એ સીઆઈસીનું કામ છે. શ્રીધરે બીસીસીઆઈમાં પારદર્શકતાનો અભાવ હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં એક્ટિવિસ્ટ ગીતા રાજાએ ક્રિકેટ ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ કરતી અને ક્રિકેટ ટીમની પસંદગી કરતી બીસીસીઆઈના અધિકારો અંગે યુથ અફેર્સ એન્ડ સ્પોટર્સ મંત્રાલય પાસે માહિતી માગી હતી જેનો જવાબ આપવામાં મંત્રાલય નિષ્ફળ ગયું હતું. તેમણે ભારતીય ખેલાડી બીસીસીઆઈ હેઠળ કયા અધિકારથી ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે તથા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ટીમ પસંદગી બીસીસીઆઈને સોંપવા પાછળ ભારત સરકારના આશયને સ્પષ્ટ કરવા માંગણી કરી હતી. આરટીઆઈના નિયમ મુજબ બીસીસીઆઈ પબ્લિક સેક્ટરમાં ન આવતું હોવાથી મંત્રાલયે જણાવ્યું હતું. આચાર્યલુએ જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ જવાબ આપવા બીસીસીઆઈ બંધાયેલું છે કે નહીં તે જાણવું જરૂરી છે.