બીટ્ટા પાસે વાહનની ટક્કરે બાઈક ચાલક ઘવાયો

નલિયા – વાયોર માર્ગે બાઈક સ્લીપ થતા ચાલકને ઈજા

નલિયા : અબડાસા તાલુકાના બીટ્ટા તથા નલિયા-વાયોર માર્ગે અકસ્માતના બે બનાવો બનતા બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અબડાસા તાલુકાના વિઘાબેર ગામે રહેતો દિનેશ મેઘજી માતંગ (ઉ.વ.રર) ગઈકાલે સાંજે સાડા સાતેક વાગ્યે ભુજથી નલિયા તરફ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીજે. ર૯૩૪ ઉપર આવતો હતો ત્યારે બીટ્ટા ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી ફંગોળી દેતા ગંભીર ઈજાઓ થતા પ્રથમ સારવાર ભુજ લઈ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. તો બીજી તરફ નલિયા રહેતા રમેશ ખીમજીભાઈ ભાનુશાલી (ઉ.વ.ર૪) રાત્રીના નવ વાગ્યે પોતાની મોટર સાયકલથી જતા હતા ત્યારે નલિયા -વાયોર માર્ગે આવેલ એસઆર પેટ્રોલપંપ સામે બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. નલિયા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરેલ છે