બીટકોઈન કેસ : જંગલમાં કોટડીયાની શોધખોળ

ધારી ગૌશાળામાં સીઆઈડીના દરોડા

અમદાવાદ : સુરતના કરોડોના બીટકોઈન કેસમાં ભાગેડુ એવા નલીન કોટડીયાને પકડી પાડવા માટે સીઆઈડીની વિવિધ ટુકડીઓનો રઝળપાટ યથાવત રહેવા પામ્યો છે. દરમ્યાન જ હવે કોટડીયાને શોધવા માટે જંગલમાં કવાયત તેજ બની જવા પામી છે. ગત રોજ ધારી ગોશાળા ખાતે પણ સીઆઈડીની ટુકડી દ્વારા દરોડા પાડવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.