બીજી ઇનિંગ્સમાં ૩૦-૪૦ રન વધુ બનાવ્યા હોત તો પરિણામ અલગ આવી શકતુંઃ કોહલી

(જી.એન.એસ)સાઉથમ્પ્ટન,ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઇનલમાં જીતના હકદાર ગણાવ્યા અને કહ્યું, જો તેમની ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૦ થી ૪૦ રન વધુ બનાવ્યા હોત તો પરિણામ અલગ આવી શકતું હતું. ભારતીય ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૭૦ રન પર આઉટ થઇ ગયું.ન્યૂઝીલેન્ડે ૧૩૯ રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો જેને કેન વિલિયમસન (નોટ આઉટ ૫૨) અને રોસ ટેલર (નોટ આઉટ ૪૭)ની વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અતૂટી ભાગીદારીથી બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરાવી દીધું.કોહલીએ કહ્યું, કેન અને ન્યૂઝીલેન્ડની આખી ટીમને અભિનંદન પાઠવ્યા. તેણે કહ્યું, ગજબનો જજ્બા દેખાડ્યો અને ત્રણ દિવસથી થોડાંક વધુ સમયમાં પરિણામ પ્રાપ્ત કર્યું. તેમણે અમને દબાણમાં રાખ્યા. તે જીતના હકદાર હતા.ન્યીઝીલેન્ડના બોલર્સે પોતાની રણનીતિ પર સારી રીતે અમલ કર્યો. અમે ૩૦ થી ૪૦ રન ઓછા કર્યા. ભારતીય કેપ્ટને કહ્યું, વરસાદની અડચણના લીધે તેમની ટીમનું મેનેજમેન્ટ ગડબડાઇ ગયું. પહેલાં દિવસે વરસાદના કારણે મેચ થઇ શકી નહીં અને જ્યારે રમત ફરી શરૂ થઇ તો લય પ્રાપ્ત કરવું મુશ્કેલ હતું. અમે માત્ર ત્રણ વિકેટ ગુમાવી પરંતુ જો રમત અડચણ વગર ચાલતી રહી તો અમે વધુ રન બનાવી શકતા હતા.ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને કોહલી અને ભારતીય ટીમની પ્રશંસા કરી અને ચેમ્પિયન બનવાનો ખાસ અહેસાસ ગણાવ્યો. હું વિરાટ અને ભારતીય ટીમનો આભાર વ્યકત કરું છું. તે એક અવિશ્વસનીય ટીમ છે. અમે જાણતા હતા કે આ કેટલું પડકારજનક હશે. મને ખુશી છે કે અમારી ટીમ જીત પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું. પહેલી વખત અમે અમારા ક્રિકેટ ઇતિહાસમાં વિશ્વ ખિતાબ જીત્યો છે. છેલ્લાં બે વર્ષમાં અમારી ટીમ સાથે જોડાયેલા દરેક ખેલાડીએ તેમાં અગત્યની ભૂમિકા નિભાવી છે. આ એક ખાસ ઉપલબ્ધિ છે.