બીગ‘બી’ની તબિયત લથડી

મુંબઈથી તબીબની ટીમ જોધપુર પહોંચી

મુંબઈ : બોલીવુડના શહેનશાહ અને બીગ બી અમિતાભ બચ્ચનની તબીયત એકાએક જ લથડી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. રાજસ્થાનના જોધપુરામાં આજ રોજ અમિતાભ બચ્ચનને પેટામાં દુખાવો ઉપડતા તેમની તબીયત નાદુરસ્ત થવા પામી હતી. અમિતાભ બચ્ચનની તબીયત લથડતા મુંબઈથી તબીબોની ટીમ જોધપુરા જવા રવાના થવા પામી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, જોઘપુરમાં ઠગ્સ ઓફ હિન્દુસ્તાનીનું હલમાં શુટીંગ ચાલી રહયુ હતુ.