બીએસએફની ૭૯મી બટાલીયનની સતર્કતા સરાહનીય : હરામીનાળામાં નાપાક હરકત : ૫ બોટ, ૩ પાકિસ્તાનીઓ ધરબોચાયા

ચૂંટણી-રણોત્સવ ટાંકણે જ નાપાક ઉંબાડીયા કેહવાય ગંભીર 

બીએસએફની ૭૯ બટાલીયને મોડી રાત્રીના ત્રણ વાગ્યે ઓપરેશન પાડ્યું પાર

 

માછીમારોની તુલનાએ બોટ વધુ મળતા અન્ય માછીમારોને શોધવા કવાયત જારી : ઝડપાયેલ માછીમારો અને જપ્ત કરાયેલ બોટને કોટેશ્વર લઈ આવી સઘન પુછપરછ આરંભાઈ ઃ બીએસએફ ડીઆઈજી આઈ. કે. મહેતા

 

ચૂંટણી ટાંકણે જ નાપાક અડપલાંથી સુરક્ષા એજન્સીઓ બની સતર્ક : ગત માસે પણ અધધધ ર૧ બોટ સાથે પાંચ માછીમારો ઝડપાયા હતા ત્યારે ફરી એ જ પ્રકારની મોડસ ઓપરેડન્સી સામે આવતા સર્જાયા અનેક સવાલો

 

પાક.નો યુટર્ન : જખૌની પાંચ  બોટ-૩ર માછીમારોને કર્યા મુકત

આતરરાષ્ટ્રીય બોર્ડર પર ફીશીગ કરનારાઓને ગત મોડી રાતે ઝડપી બંધક બનાવ્યા..અને આજે છોડી મૂકયા : ભારતીય સિકયુરીટી એજન્સી-પાક.મરીન એજન્સી વચ્ચેની વાતચીતની ઈફેકટ
ગાંધીધામ : ગુજરાતના જખૌ બંદર પરથી પાકીસ્તાની ચાંચીયાઓ અવારનવાર ભારતીય માછીમારોને ઉઠાવી જતા હોવાના ઘટનાક્રમો સામે આવતા જ રહ્યા છે. ત્યારે આજ રોજ પાક.નો યુટર્ન સમાન વલણ સામે આવ્યો હોય તેવી રીતે ગત મોડી રાત્રે જખૌ બંદરેથી પાંચ બોટ અને ૩ર માછીમારોને ઉઠાવાયા બાદ બંધક બનાવી અને આજે વહેલી સવારે તેમને મુકત કરી દીધા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ભારતીય જળ સીમાએ ખાસ કરીને ગુજરાતના જખૌ કાંઠાળપટ્ટામાં માછીમારી કરતા  

માછીમારો અને તેમની બોટને છાશવારે પાકીસ્તાની ચાંચીયાઓ એક યા બીજી રીતે અપહૃત કરી અને ઉઠાવી જતા જ હોય છે. આવા જ કૃત્યો પાછલા એકાદ પખવાડીયમાં વધી જવા પામ્યા હતા અને ગત મોડી સાજે પણ જખૌ દરીયાઈ વીસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ સમીપેથી ભારતીય માછીમારો અને તેમની બોટને પાકીસ્તાની મરીન ઉઠાવી ગઈ હતી જેઓને બંધક બનાવ્યા બાદ આજ રોજ સવારે આ તમામને મુકત કર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
પાક. મરીન અને ભારતીય સિકયુરીટી એજન્સીઓ દ્વારા થયેલ વાતચતી બાત પાકીસ્તાન દ્વારા આ નિર્ણય આજ રોજ લેવામા અવ્યો છે. ભારતની પાંચ જેટલી બોટ અને ૩ર જેટલા માછીમારોને મુકત કરી દેવાયા છે. તમામને આખી રાત બંધક બનાવાયા બાદ આજ રોજ સવારના મુકત કરવામા આવ્યા છે. નોધનીય છે કે આથી પહેલા અગા. ચાર દિવ્સ પહેલા પણ સૌરાષ્ટ્રના માછીમારો અને તેમની બોટને પાકીસ્તાની ચાંચીયાઓ ઉઠાવી ગયા હતા.

 

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ હોઈ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં તો જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા અમલી બનાવાઈ છે ત્યારે બીએસએફની ૭૯ બટાલીયને પેટ્રોલિંગ દરમ્યાન હરામીનાળામાંથી પાંચ પાક. બોટ સહિત ત્રણ માછીમારોને ઝડપી લઈ મોટી સફળતા હાંસલ કરતા પાક.નો નાપાક ઉંબાડીયો નાકામ થઈ જવા પામ્યો છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ એવા સરહદી કચ્છ જિલ્લામાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓની સાથોસાથ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની પણ હરહંમેશ ચાંપતી નજર રહેતી હોય છે. દેશમાં નાપાક હરકતોને અંજામ આપવા માટે ભૂતકાળમાં અનેકો વખત દેશ વિરોધી ત¥વોએ કચ્છની દરિયાઈ તેમજ જમીની  સરહદનો ઉપયોગ કર્યો હોઈ સરહદી વિસ્તારમાં ખાસ સુરક્ષા બંદોબસ્ત રહેતો હોય છે. તેમાં પણ ખાસ કરીને આગામી માસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોઈ ચૂંટણી દરમ્યાન કોઈ ભાંગફોડ કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર રાજ્યની સાથોસાથ કચ્છ જિલ્લામાં ખાસ સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ત્યારે સરહદ પર પણ બીએસએફ સહિતની એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ વધુ ચુસ્ત બનાવાયું છે તે વચ્ચે ફરી પાંચ પાકિસ્તાની બોટ સાથે ત્રણ પાક. માછીમારો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
આ અંગે બીએસએફ ડીઆઈજી આઈ. કે. મહેતાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બીએસએફની ૭૯ બટાલીયનના જવાનો ગત રાત્રીના હરામીનાળામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન મોડી રાત્રીના ત્રણ વાગ્યે પાંચ પાકિસ્તાની બોટ સાથે ત્રણ માછીમારો નિયાઝ હુસેન અલી ગોહર (ઉ.વ.ર૮), લોંગ અલી બાલુ અલી (ઉ.વ.૩પ), રઝીબ અલી હબીબુલ્લાહ (ઉ.વ.૩ર) (રહે. તમામ ઝીરો પોઈન્ટ, પીએસ – જત્તી, તા.જત્તી, જિ.સુજાવલ, સિંધ, પાકિસ્તાન)ને ઝડપી પાડયા હતા. તો તેની સાથોસાથ અન્ય માછીમારો આવ્યા હતા કે કેમ તે જાણવા માટે પણ શોધખોળ ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, પકડાયેલ ત્રણ પાકિસ્તાની સહિત પાંચ પાક. બોટને કોટેશ્વર લઈ આવતા બોટની સઘન ચેકીંગ કરવાની સાથોસાથ આ ત્રણેય પાક. માછીમારોની ઉલટ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના રણમાં ચાલી રહેલા રણોત્સવ તેમજ ચૂંટણી ટાંકણે જ કચ્છ સરહદ પર થઈ રહેલા નાપાક. ઉંબાડીયાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેમજ સુરક્ષા પણ વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ગત માસે પણ બીએસએફ દ્વારા ર૧ પાક. બોટ સાથે પાંચ પાક. માછીમારોને ઝડપી પડાયા હતા. ત્યારે ફરી એ જ પ્રકારની મોડસ ઓપરેડન્સી દ્વારા કોઈ નાપાક. મનસુબા પાર પાડવાનું ષડયંત્ર તો નથી ને તે દિશામાં પણ તપાસ હાથ ધરવી જરૂરી બની ગઈ છે.