બિહારમાં લોકડાઉન ૨૫મે સુધી લંબાવાયુઃ નીતિશ કુમાર

(જી.એન.એસ.)પટના,બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને જોતા મુખ્યમંત્રી નીતિશકુમારે રાજ્યમાં લૉકડાઉનને વધુ ૧૦ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ લૉકડાઉન ૧૬ થી ૨૫મીં મે સુધી લાગૂ રહેશે.મુખ્યમંત્રી નીતિશકુમારે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, આજે સહયોગી મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બિહારમાં લાગૂ લૉકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં લૉકડાઉનનું સારુ પરિણામ જોવા મળી રહ્યું છે. આથી બિહારમાં આગામી ૧૦ દિવસ એટલ કે ૧૬ થી ૨૫મીં મે સુધી લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ નીતિશ સરકારે ૫ થી ૧૫મીં મે સુધી ૧૦ દિવસનું લૉકડાઉન અમલી કરવાનો નિર્ણય કર્યો હતો. સ્પષ્ટ છે કે, પોઝિટિવિટી રેટ ૫ ટકા સુધી આવ્યા પહેલા નીતિશ સરકાર પણ લૉકડાઉન હટાવવા નથી માંગતી.