બિસલેરીનું પાણી, ઘરના કપડાં, જેલમાં રામ રહીમને VIP ટ્રીટમેન્ટ

નવી દિલ્હી : બે સાધ્વીઓ સાથે બળાત્કારના કેસમાં પંચકૂલાની વિશેષ અદાલતે જે ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમને આરોપી જાહેર કર્યો છે. જેનેન સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ સ્પેશ્યલ જેલ સેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેને તમામ વીવીઆઇપી
સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ બાબાને સાથે એક અટેન્ડન્સ પણ રાખવામાં આવ્યો છે અને બેરેકમાં બાબાને ઘરના જ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી છે. સામાન્ય રીતે જેલમાં જેલના જ કપડાં પહેરવા દેવામાં આવે છે. ત્યારે બળાત્કારના કેસમાં દાખલ તે રામ રહીમ જેના સમર્થકોએ એક જ દિવસમાં મોટું જાનમાલનું નુક્શાન કર્યું અને ૨૮ લોકો કરતા વધુના પ્રાણ લીધા તેને રાજ્ય સરકાર અને જેલ પ્રશાસન કેમ આવી વિશેષ છૂટ આપે છે તે અંગે હાલ અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.નોંધનીય છે કે રાજ રહીમને ૨૮ ઓગસ્ટના રોજ પંચકુલા કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. અને કોર્ટની અંદર જ રામ રહીમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે આ જ ચુકાદા અને રામ રહીમના કારણે ભારતના અનેક રાજ્યોમાં ધારા ૧૪૪ લગાવવામાં આવી છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા આ રીતે વિશેષ સુવિધા આપવા પર તેવું જાણવા મળ્યું છે કે રામ રહીમ કમરના દુખાવાથી પીડાય છે જે કારણે તેમના વકીલની  અપીલ હેઠળ સજા જાહેર ના થાય ત્યાં સુધી રામ રહીમને આવી ખાસ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે.