બિદડા બાયોડીઝલ કાંડમાં ભેદભરમ યથાવત

  • રાજકિયનેતાનું નામ હજુ પણ કેમ અકબંધ?

જથ્થા સાથે બે શખ્સો પકડાયા, હરીનું પણ નામ ખુલ્યુ..છતા રાજકીય ઝભ્ભા લેંગાધારીનો રોલ હજુય રહ્યો છે અકબંધ : દેશલપર પાસેની વાડીમાંથી બેજ ઓઈલનો વેપલો ચાલતો હતો તે રાજકીય શખ્સનું નામ હજુય તપાસમા ન આવ્યું બહાર

તપાસનીશ પશ્ચીમ કચ્છ પેાલીસતંત્ર આવા કિસ્સાઓમાં ધાક બેસાડતી લાલઆંખ કરી દેખાડે તેજ સમયનો તકાજો

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ બેજઓઈલના હાટડાઓ પર લાલઆંખ કરી હતી અને આવા અડ્ડાઓ અને વેંચાણ બંધ કરાવવા કડક સુચનાઓ આપી હતી. કચ્છમાં પણ જાણે કે સોટી વાગે સમ..સમ..ને વિદ્યા આવે રૂમઝુમની જેમ તંત્રએ પણ એકાએક જ ઉઘ અને આળસ ખંખેરી દીધી હોય તેવી રીતે ઠેર ઠેરથી બેઝઓઈલના જથ્થાઓ પકડવાનો દોર શરૂ કરી દીધો હતો.દરમ્યાન જ માંડવીના બિદડામાથી પણ બેઝઓઈલનો જ્થો પકડી પાડયો હતો. અહીથી વાહન, જથ્થો અને તેની સાથે બે શખ્સોને પણ ઝડપી પાડયા હતા. દરમ્યાન જ આ શખ્સો બેઝઓઈલ કયાથી લાવ્યા, કોને આપવા જઈ રહ્યા હતા, આ બેઝઓઈલની હેરફેરમાં તેઓ પ્રથમ જ વખત સક્રીય હતા કે આ પહેલા પણ આવી હેરફેર કરી ચૂકયા છે, ઉપરાંત કોના ઈશારાથી આ કામ ચાલી રહ્યુ હતુ? તે સહિતના અનેકવિધ પ્રશ્નો ઉભા થયા છે પરંતુ બેઝઓઈલનો જથ્થો પકડાયાને આજે સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે છતા આ બાબતે કેાઈ ઠોસ માહીતી બહાર આવવા પામી નથી.આ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા પણ હરી તરીકે જે નામ દર્શાવવામાં આવ્યુ છે તે કોના પુત્ર છે? પુરૂ નામ આ વ્યકિતનુ શુ છે? તે પણ હજુ સુધી સત્તાવાર રીતે રેકર્ડ પર ન આવતા કઈક સવાલો ખડા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, કચ્છની જિલ્લા પંચાયતના એક મોટા ઝભ્ભાલેંગાધારી સાથે આ બાયોડીજલ કાંડનો છેડો જોડાતો હોવાથી તો કયાંક તપાસ ઠંડા બક્ષામાં નથી જઈ રહી ને? કારણ કે બાયોડિજલના આ જથ્થાનો વેપલો મોટી ભુજપુરથી લઈ અને દેશલપર કંઠીના પટ્ટામાં આવેલી વાડીમાં જ ધમધમતો હોવાનુ કહેવાય છે. જાણકારોને આ વાત વિષયની ચર્ચા ખબર છે તો તપાસનીશો આ બાબતે કેમ કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે? આવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. હકીકતમાં રાજકીય ઓથ સાથે જ આ ધંધો ધમધમતો હોય તો તપાસનીશોએ આવા કિસ્સાઓમાં તો કરી દેખાડવી જોઈએ ધાક બેસાડતી લાલઆંખ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.