બિદડા બાયોડિજલ કાંડ : હરિ-અશોકની કડી ચકાસો : સફેદ પોશના કોલર ખેંચવામાં ખાખી કેમ ઢીલીઢફ?

3D render illustration of the group of green stacked metal biofuel drums or biodiesel barrels in the industrial storage warehouse

મોટી ભુજપુર-દેશલપર કંઠી પટ્ટામાં વાડીમાં જ આખાય કારસ્તાનને અંજામ અપાયો : જાહેરજીવનના બની બેઠેલા પદાધિકારીનું નામ પોલીસ ફરીયાદમાં એ પણ ખુદ ગુજરાત સરકાર અને સીએમ દ્વારા જે બેઝઓઈલ સામે લાલઆંખ કરવાની સુચના અપાઈ છે તેની હેર-ફેરમાં ખુલે તો જિલ્લા ભાજપના તટસ્થ અને કડક પ્રમુખ આવા હોદેદારોને કેમ ન કરે પદભ્રષ્ટ..?

દારૂના નાનકડા કેસમાં પણ ભાજપમાં કોઈનુ નામ ફરીયાદમાં સત્તાવાર રીતે આવી જાય, અથવા તો ભુલથી પક્ષના કાર્યક્રમમાં ઓડીયોકલીપ કોઈના નામની ચાલુ થઈ જાય તો તાબડતોડ સસ્પેન્ડ કરી દેવાય છે, આ તો સરકારના આદેશ છતા બેઝઓઈલ જેવા ધંધામાં જો કોઈ રાજકારણીનુ નામ ચકચારી બનતુ હોય તો તેને કેમ પદથી રૂકસદ ન કરવામાં આવે? : સનિષ્ઠ કાર્યકર્તાઓનો ગણગણાટ

પી.એસ.આઈને અભિનંદન આપવા જોઈએ કે કોઈ પણ પ્રકારની સેહ સરમ વગર પગલા લીધા !

વીધીવત ગુન્હો દાખલ કરાયો છે, હવે પછી આગળની તપાસ થશે, હરિભાઈનો વ્યવસાય શુ છે તે ખબર નથી, હરિ નામના શખ્સના પિતા મહેન્દ્રભાઈ કોણ છે તેને પણ હુ નથી ઓળખતો, તપાસમાં જે નીકળશે તે અનુસારની કાર્યવાહી કરીશુ : શ્રી ગોહિલ(તપાસનીશ અધિકારી, માંડવી પોલીસ)

ગાંધીધામ : ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી દ્વારા બેઝઓઈલના હાટડાઓ રાજયવ્યાપી બંધ કરવાના આદેશ અપાયાની સાથે જ કચ્છમાં પણ ઠેરઠેર પોલીસે રેડ કરી અને કાર્યવાહી કરી હતી. જેમા થેાડા સમય પહેલા બિદડા પાસેથી પણ બેઝઓઈલનો તગડો જથ્થો અને તેની સાથે બે શખ્સોને પકડી પાડયા હતા. જેમાં હરી ગઢવીથી ઝડપાયલા શખ્સોએ ફોન પર વાતચીત કરી હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવવા પામ્યુ હતુ. પ્રારંભિક કાર્યવાહી થયા બાદ હવે આ કેસમાં હરી મહેન્દ્રભાઈ ગઢવીની સામે પણ ફરીયાદ નોધાઈ હોવાનુ દર્શાવાયુ છે. હવે જયારે આ કેસમાં ફરીયાદ નોધાઈ છે ત્યારે ઝડપાયેલા શખ્સો અને હરી નામના શખ્સની વચ્ચે ફોન પર કેવા કેવા પ્રકારની વાતચીત થઈ છે? તે સહિતની માહીતીઓ અંકે કરવી જરૂરી બની રહી છે. આ ઉપરાંત હરી અને ઝડપાયેલા શખ્સો વચ્ચે અશોક નામના શખ્સની શુ ભૂમીકા રહેલી છે? તેને પણ ઉઠાવીને કડક પુછતાછ કરવી જોઈએ.જો કે, બીજીતરફ આ બાબતે સમગ્ર કેસના તપાસનીશ માંડવી પોલીસના શ્રી ગોહિલને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ગત રોજ સાંજે બિદડા બાયોડિજલ વાળા પ્રકરણમાં વિધીવત ફરીયાદ દાખલ થવા પામી ગઈ છે. હવે આગળની જીણવટપૂર્વકની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. તેઓએ હરીભાઈ ગઢવીનો આ કેસમાં રોલ શુ રહ્યો હતો, અને તેઓનો વ્યવસાય અથવા તા તેમના પિતાશ્રી મહેન્દ્રભાઈ ગઢવીનો વ્યવસયા શુ, તેઓ જાહેરજીવન સાથે સંકળાયેલા છે કે નહી? આ બાબતે પુછતા શ્રી ગોહીલે કહ્યુ હતુ કે, મહેન્દ્રભાઈ કોણ છે તેને હુ ઓળખતો નથી, આગળની તપાસમાં જે બહાર આવશે તે અનુસાર કાયદાની મર્યાદામાં ચોકકસથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી શ્રી ગોહીલે ઉચ્ચારી હતી. જાણકારવર્ગમાથી અહી સવાલો એ પણ થવા પામી રહ્યા છે કે, બિદડા બાયોડિજલ કાંડમા સફેદપોશ શખ્સના કોલર કેમ ખેંચવામાં નથી આવતા? કહેવાય છે કે, જાણીતા સફેદપોશ શખ્સની વાડીમાં જ આ બાયોડિજલના કારસ્તાનને અંજામ અપાતુ હતુ. ભુજપુરથી દેશલપર કંઠી પાસેના આ સફેદપોશના ભવ્ય ફાર્મ હાઉસમાં જ આ જથ્થાઓની હેરફેર કરવામા આવતી હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં સરકાર દ્વારા જ જે બેઝઓઈલને લઈને કડકાઈ દાખવાઈ હોય તેવામાં જો કોઈ જાહેરજીવનના પદાધીકારીનુ નામ ચર્ચાના એરણે ચડે તો પક્ષે તેમની સામે પણ કેાઈ પણ પ્રકારની સાડા બારી રાખ્યા વિના જકડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ જાણકારો કરી રહ્યા છે.

શરૂઆતમાં માત્ર હરી, હવે પિતાનું ઉમેરાયુ પુરૂ નામ?


બેઝઓઈલના હાટડાઓ પર ત્રાટકવાની ખુદ મુખ્યપ્રધાનશ્રીએ સુચના આપતાની સાથે જ કચ્છમાં પણ ઠેર ઠેર દરોડા પડયા હતા જેમા હાઈપ્રોફાઈલ કહી શકાય તેવુ એક પ્રકરણ બિદડામા ઝડપાયુ હતુ પણ આશ્ચર્યજનક રીતે તેમાં ઝડપાયેલા શખ્સોએ આપેલ નામ હરી ગઢવી પુરતુ જ ઠેર ઠેર રજુ થતુ હતુ. આ પ્લેટફોર્મ પરથી તા.૧૩/૭ના રોજ પાના ન. ૮ પર બિદડા બાયોડિજલ કાંડમાં ભેદભરમ યથાવતના મથાડા સાથે આ બાબતે સવાલો ખડા કરાયા હતા અને પુરૂ નામ ન ઉમેરવા અથવા તો ન દેખાડવા બાબતે પણ છાની રમતો બાબતે સુચક ટકોર કરાઈ હતી જે બાદ હવે વિધીવત ગુન્હો નોધાયો છે તેમાં હરીભાઈ મહેન્દ્રભાઈ ગઢવીનુ પુરૂ નામ ઉમેરાયુ છે. જો કે, હજુ પણ હરીભાઈ કોણ, મહેન્દ્રભાઈનો વ્યવસાય શુ, સહિતની માહીતીઓ સત્તાવાર રીતે ઉજાગર ન થતા સહેજ તર્કવિર્તકો તો ફેલાઈ જ રહ્યા છે.