• પશ્ચીમ કચ્છ પોલીસ તટસ્થ -કડક તપાસ કરે તો

બિદડાથી મોટી ભુજપુર વચ્ચેના વાડી વિસ્તારમાં ચાલતો હતો મિક્ષ ઓઈલનો ધીકતો ધંધો : આ વાડી કયા મહાશયની હતી? બિદડા બાયેાડિજલ પ્રકરણમાં ઝડપાયેલ શખ્સો કોના સેવક છે? કોની પાસે કરી રહ્યા હતા નોકરી? ઝડપાયેલ શંકાસ્પદ બાયોડિજલ પકડાયેલા શખ્સો લાવ્યા હતા કયાથી? ઘરે -ઘરે મીક્ષ ઓઈલના કુવાઓને તો માન્યતા મળી નથી? કયાંકથી તો આ મિક્ષ ઓઈલ લવાયો હશે ને? જો પોલીસ આ તમામ પાસાઓ નિષ્પક્ષ-રાજકીય શેહશરમમા આવ્યા વિના ચકાસશે તો જિલ્લા પંચાયતના એક નવા સવા ઝભ્ભાલેંગાધારીના બાયોડિજલના ધંધાનો થશે મોટો ભાંડાફોળ..! : જાણકારોની લાલબત્તી

છે ને ભાજપ રાજની બલીહારી : ભાજપમાં હોદો મેળવી લ્યો એટલે તમામ પ્રકારના ગેરકાયદેસર ધંધા કરવાનો જાણે કે, પરવાનો જ મળી ગયો હોય તેમ બીદડા બાયોડીઝલ કાંડને તેમાં જિલ્લા પંચાયતના નવા સવા નેતાની સંડોવણીની ચકચાર પરથી મળે છે સ્પષ્ટ સંકેત : જિલ્લા ભાજ૫ પ્રમુખ કરાવે તટસ્થ તપાસ

ગાંધીધામ મામલતદાર-પુરવઠા વિભાગની ટીમ કેમ હજુ સુધી નથી આવતી હરકતમાં ? પોલીસની ટુકડીઓ તપાસમાં રાઉન્ડ મારી આવી, ગાંધીધામ મામલતદારશ્રીની ટુકડીને પણ બોલાવી, મામલતદાર તરફે રીપોર્ટ દર્શાવાઈ રહ્યા છે નીલ? આવુ કેમ? : અન્યત્ર વ્યસ્ત છુ, હાલમાં વાત નહી થાય : શ્રી હીરવાણીયા (ગાંધીધામ મામલતદાર)

બાયોડિઝલ મુદ્દે કડક કાયદો બનતા કઈક રાજકારણીઓની આવકો થઈ બંધ : કચ્છમાં પણ જયાં જયા મિક્ષ ઓઈલ-બાયોડિજલના નામે પકડાય છે ત્યાં ત્યાં રાજકારણીઓની સંડોવણી તો હોય જ છે..!રાજકારણીઓ તો વિસ્તાર અને હદ પણ નકકી કરી લીધી હતી, આ હદમાં જે-તે રાજકારણીના માણસો ઉઘરાવતા હતા કમિશન-કટકી…! : રાજકીય ઓથ તળેના બિદડા બાયોડિઝલ શંકાસ્પદ ઓઈલ કાંડમાં કઈક બની બેઠેલા પત્રકારોએ પણ ખીસ્સા ભરી લીધા : સબંધિત રાજકારણીના નામો અખબારોમાં ન દર્શાવવા સેટીંગ કરી લીધુ હોવાની ચકચાર..!

ગાંધીધામ : ગુજરાત સરકાર અને સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ રાજયભરમાં ચાલી રહેલા બેઝઓઈલ-મિક્ષ ઓઈલ અને બાયોડિજલના વેપલાની સામે લાલઆંખ કરી હતી અને આ હાટડાઓ બંધ કરાવવા કડક સુચનાઓ આપવામા આવી હતી. સ્ટેટ લેવલની એક કમીટનુ પણ તેની કામગીરી માટે ગઠન કરવામા આવ્યુ હતુ. જેની અસર કચ્છમાં પણ જોવાઈ રહી છે. અને પાછલા ર૪ કલાકમા અહીથી પણ લાકડીયા અને બીદડામાં દરોડા પડાયા અને કેસ પણ દાખલ કરવામા આવી ગયા છે. આવામાં બિદડામાં જે કેસ દાખલ થયો છે તેને લઈને જાણકારો દ્વારા લાલબત્તી ધરવામા આવી રહી છે અને કહેવાય છે કે, આ આખુય પ્રકરણ રાજકીય ઓથ તળે જ ધમધમતું હતુ.આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી માહીતી અનુસાર લાકડીયા તથા બિદડાથી સમાંતર રીતે પોલીસે બાયોડિજલ જેવા લાગતા શંકાસ્પદ જથ્થા સાથે અમુક તત્વોને પકડી પાડયા છે તેવામા કહેવાય છે કે, બિદડા બાયોડિજલ કાંડમાં જો તપાસનીશો કડક અને તટસ્થ તથા કોઈની પણ સાડા બારી રાખ્યા વિના કડક કાર્યવાહી કરશે તો તે પ્રકરણનો રેલો જિલ્લા પંચાયતના એક બની બેઠેલા નવા સવા રાજકીય નેતા સુધી લંબાઈ શકે તેમ મનાય છે.
બિદડા પાસેથી ઝડપાયેલ બાયોડિજલનો જથ્થો બિદડાથી મોટી ભુજપુર વચ્ચે મિક્ષ ઓઈલના વેપલાના લાંબા સમયથી ચાલતા ધીકતા ધંધાની ગંધ આપી જાય છે. કહેવાય છે કે, આ કારસ્તાન અહી લાંબા સમયથી ચાલી રહ્યુ છે. ઝભ્ભાલેંગાધારીની ઓથ સિવાય આ પ્રકારની બદી-અસામાજીક પ્રવૃતી-ધધો બેફામપણે ધમધમી શકે જ કેવી રીતે? જિલ્લા પંચાયતમાં બની બેઠેલા એક નવા સવા નેતાની છત્રછાયા આ ધંધાને પછવાડે હોવાનુ પણ કહેવાય છે. પશ્ચીમ કચ્છ પોલીસે આ કેસમાં શંકાસ્પદ લાગતો જથ્થો, વાહન, સહિત શખ્સોને પણ પકડી પાડયા છે તે સારી વાત કહેવાય તેમ છે. હવે આ શખ્સોના કડક રીમાન્ડ મેળવી અને પુછતાછ કરવામા આવે કે, તેઓ માલ કયાંથી લાવ્યા હતા. કોને વેચવાના હતા? તેઓ બન્ને કોની પાસે કામ કરી રહ્યા છે? કેટલા સમયથી આ રીતે માલની હેરફેર કરતા હતા? આ સહિતના કડક સવાલો પુછવામાં આવે તો બિદડા બાયેાડિજલ કાંડમાં એક ઝભ્ભાલેંગાધારીની પાટલુન પણ પલળે તેવી શકયતાઓ જાણકારો સેવાઈ રહ્યા છે.

સીઆઈ સેલને દરોડામા કેમ દોરાયા ગેરમાર્ગે..?

  • સીએમના આદેશને પૂર્વ કચ્છની લોકલ પોલીસ ધોઈને કેમ પી ગઈ..?

શનિ-રવિવાર પૂર્વ કચ્છમાં ઠેર ઠેર આંતરીક રીતે બાયોડિજલ મુદ્દે સ્ટેટના સીઆઈસેલ દ્વારા પડાયા હતા દરોડા, સાથે વિજિલન્સ-પૂર્વ કચ્છ એલસીબી પણ કામે લાગી હતી, છતાં મોટાપાયે ધમધમતા બાયોડિજલના હાટડાઓ ન ચડી શકયા નઝરે..! આવુ કેમ? ઉઠી રહ્યા છે રેડની કામગીરી સામે અનેકવિધ સવાલો

સતગુરૂ ટાંકામાં મોટાપાયે પડયો છે મિક્ષ ઓઈલનો જથ્થો? કેમ આ તરફ સીઆઈસેલને લઈ જ ન જવાઈ? ભગવતી કાંટા તથા લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની આસપાસ-સામેના ભાગે પણ પાર્કીંગમાં ટેન્કરોમાં મોટાપાયે ધરબાયેલો છે મિક્ષ ઓઈલનો માલ? અહી કેમ દરોડા ન પડાયા?

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા બોયોડીઝલ, મિક્ષ ઓઈલ સામે લાલ આંખ કરવામા આવતા વેત જ ગત શનિવાર અને રવીવાર પૂર્વ કચ્છમાં પણ ઠેર ઠેર દરોડાની કામગીરી સીઆઈ સેલના નેતૃત્વમાં હાથ ધરવામા આવી હોવાનુ મનાય છે. તેઓની સાથે વિજિલન્સ તથા એલસીબીની ટીમો પણ જોડાઈ હોવાનુ કહેવાય છે. બે દીવસ સુધી ચાલેલા આ દરોડાની કામગીરીમાં માત્ર અને માત્ર એકાદ છુટો છવાયો કેસ લાકડીયામાં થયો હોવાનુ દર્શાયા છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, સીઆઈસેલને કેમ મોટા મોટા બાયોડિઝલના જથ્થા પડયા છે ત્યા લઈ ન જવાયા? સીઆઈ સેલ સ્ટેટ કક્ષાએથી આવેલી હતી, તેઓને કદાચ સ્થાનિકના દરેક પોઈન્ટની માહીતી ન હોય, પરંતુ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય ટીમો સ્થાનિકને આવા પેાઈન્ટ તરફ રેડ પાડવા કેમ લઈ ન ગઈ? કહેવાય છે કે, સતગુરૂ ટાકાંમા મોટાપાયે આવા મિક્ષઓઈલનો જથ્થો સંગ્રહાયેલો પડયો છે? આ ઉપરાંત ભગવતી કાંટા અને લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની સામેના ભાગમાં પાર્કીગમાં પણ ટેન્કરોમાં બાયોડિજલનો તગડો જથ્થો પડયો છે? તેની પણ તપાસ કરવામા ન આવી? તેવી ચર્ચાઓએ પણ હવે જોર પકડયુ છે.

મુખ્યમંત્રીની સૂચના બાદ કચ્છમાં બાયો ડીઝલના વેપલા પર બોલાવાઈ ધોંસ
  • લાકડિયા અને બિદડામાં પોલીસે ૩.પ૦ લાખનો બાયો ડીઝલનો જથ્થો કર્યો જપ્ત
  • પ૮૦૦ લિટર બાયો ડીઝલ મનાતું જ્વલનશીલ પદાર્થ કબજે કરાયું : બન્ને કિસ્સામાં ચારની સંડોવણી બહાર આવી

ભુજ : કચ્છ સહિત રાજ્યમાં ગેરકાયદે રીતે ધૂમ બાયો ડીઝલ વેચવામાં આવી રહ્યું છે. પરિણામે સરકારને ટેક્સની આવકમાં કરોડોનો ધુંબો લાગી રહ્યો છે તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોમાં બાયો ડીઝલના ઉપયોગથી નુકશાન થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીએ રાજ્યમાં બાયો ડીઝલના ગેરકાયદે થતા વેચાણનો પર્દાફાશ કરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. જેથી આ જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રવિવારે લાકડિયા અને બિદડા નજીક પોલીસે બાયો ડીઝલ મનાતા સાડા ત્રણ લાખના પ,૮૦૦ લિટર જ્વલનશીલ પદાર્થને કબજે કર્યું હતું.આ અંગેની વિગતો મુજબ લાકડિયા નવા કટારીયા ગામ જવાના પાટીયા પાસે રાજબાઈ માતાના મંદિરના પ્રાંગણમાં પૂર્વ કચ્છ એસઓજીની ટીમ ત્રાટકી હતી. જેમાં ટેન્કર નંબર જીજે૧ર-એટી-પપ૮૭મા વાલ્વ બોક્ષ સાથે નળી જોડી અને નોઝલ પમ્પ સાથે વીજાણુ મોટર જોડાયેલી દેખાઈ હતી.પોલીસે આ સ્થળેથી પ હજાર લિટર બાયો ડીઝલ ભરેલું મનાતું ટેન્કર તથા મોટર મળી કુલ રૂા.૧૦,૬૦,૦૦૦નું મુદ્દામાલ કબજે કર્યું હતું. નવા કટારિયાના યુવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, રતનાલના નિલેશ માતા નામના શખ્સો ગેરકાયદે રીતે બાયો ડીઝલનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. તો બીજો દરોડો માંડવી તાલુકાના બિદડા ગામે સ્થાનિક પોલીસે પાડ્યો હતો. જ્યાં મિનિટેમ્પોમાં રખાયેલ બાયો ડીઝલ મનાતો પર હજારની કિંમતનો ૮૦૦ લિટર જ્વલનશીલ પદાર્થ સાથે બે શખ્સોની અટક કરાઈ હતી. બિદડા ગામે માનવ મંદિર નજીક છોટાહાથીમાંથી ર૦૦ લિટરની ક્ષમતાવાળા ચાર બેરલ કબજે કરી બિદડાના ભાવેશ ધીરજલાલ ધોળુ અને મનીષ ઉર્ફે મનોજ ચાંપશી સોલંકી અટક કરાઈ હતી. પોલીસ દ્વારા કબજે કરાયેલ જ્વલનશીલ પદાર્થના નમૂના લઈ એફએસએલ રિપોર્ટમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા આગળની કાર્યવાહી કરવામાં આવશે.