બિદડામાં નવનીત ચંદ્રવલ્લભ ડીઝીટલ સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું

માંડવી : બિદડા ખાતે આવેલ માતૃવંદના સંસ્થામાં નવનીત ચંદ્રવલ્લભ ડીઝીટલ સેન્ટરનું ઉદ્દઘાટન નવનીત પરિવારના ડાયરેક્ટર જ્ઞાનેશભાઈ (સુનિલભાઈ) ગાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે બહેનો માટે ચાલુ થયેલ બ્યુટીપાર્લર વર્ગનું ઉદ્દઘાટન નવનીત પરિવારના પ્રીતિબેન ગાલાના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના ચેરમેન તારાચંદભાઈ છેડાએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને કોમલભાઈ છેડા દ્વારા સમાજ માટે કંઈક કી છૂટવાના હેતુથી નિર્માણ પામેલ માતૃવંદના સંસ્થામાં આજની ર૧મી સદીના ટેકનોલોજીના યુગમાં કોઈપણ વિદ્યાર્થી વ્યવસાયલક્ષી શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આઈઆઈટી કેન્દ્રમાં ચાલતા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમનો લાભ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડીઝીટલ ઈન્ડિયા અને મેડીન ઈન્ડિયાના સૂત્રને સાર્થ કરવા જણાવ્યું હતું. વિરાયતન વિદ્યાપીઠના સાધ્વી શિલાપીજીએ કચ્છની ધરતી, કચ્છના લોકો અને કચ્છના દાનવીરોને બિરદાવતા જણાવ્યું હતું કે, જીવનમાં કંઈક કરી છૂટવા માટે હવે માત્ર ડિગ્રીની જરૂર નથી તેની સાથે કૌશલ્યની પણ જરૂરત છે.જ્ઞાનેશભાઈ (સુનિલભાઈ) ગાલાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ભાવી આયોજનની દુરંદેશી રાખીને મહેનત કરી સફળતા મેળવવા જણાવ્યું હતું. ચંદ્રકાન્તભાઈ ગોગરીએ આજના અધુનિક યુગમાં હુન્નરશાસ્ત્રીઓ, કારીગરોની વધતી જતી માંગ પર ભાર મૂક્યો હતો. કચ્છ યુનિ.ના વાઈસ ચાન્સેલર ચંદ્રસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને થિયરી જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પર ધ્યાન આપી પોતાનામાં રહેલી શક્તિને બહાર લાવી આગળ વધવા જણાવ્યું હતું. આઈટીઆઈના નિયામક શ્રી ચોટાઈએ કચ્છમાં ચાલી રહેલા ઉદ્યોગોની માંગ અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ઈન્ટરવ્યુ આપી આગળ વધવા જણાવ્યું હતું. આર્મીના ચીફ સંજીવ શર્માએ આ સંસ્થામાં જે પણ તાલીમાર્થીઓ તાલીમ લઈ તેની સેવાનો લાભ મિલીટરીમાં આપવા ઈચ્છતા હશે અને દેશની રક્ષા માટે આગળ આવશે તો તેમને પણ આવકારવામાં આવશે. ગામના સરપંચ સુરેશભાઈ સંઘારે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ઈનમાનું વિતરણ કરતા જણાવ્યું હતુું કે, આ સંસ્થાના સર્વેસર્વા કોમલભાઈ સાવલા મુંબઈની જાહોજલાલીને મૂકીને પોતાની મિલ્કતની ઝીરો બેલેન્સ કરી બિદડા મુકામે વડીલો માટે અને યુવાનો માટે જે ભગીરથ કાર્ય કર્યું છે. આ પ્રસંગે કોમલભાઈ છેડા, ઈશ્વરભાઈ દેસાઈ, વિશનજીભાઈ મારૂ, પિયુષભાઈ સાવલા, સુરેશભાઈ સંઘાર, અમુલભાઈ દેઢિયા, જયેશભાઈ છેડા, કારૂભા જાડેજા, ગામલોકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન લાલભાઈ રાંભિયાએ કર્યું હતું. આભારદર્શન અમુલભાઈ દેઢિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે માતૃવંદનાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.