બિદડામાં દવા પી યુવાનનો આપઘાત

માંડવી : માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ બિદડા વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવાન ઈશ્વર ગોવિંદ નાયક (ઉ.વ.૪૦)વાળાએ બિદડા ગામના દિનેશ ધનજી પટેલની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયો હતો. જેને સારવાર માટે જીકે જનરલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મરણ નિપજ્યાનું જાણવા મળ્યું હતું. માંડવી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.