બાવીસ દવાના ભાવ નક્કી કરાયા

નવી દિલ્હીઃ એચઆઇવી, બેકટેરિયાથી લાગતા ચેપ અને હૃદયરોગની સારવારમાં કામ આવતી ૨૨ દવાઓની છૂટક અને ટોચની કિંમત નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ નક્કી કરી છે. એનપીપીએ ૨૦ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે અને બીજી બે દવાઓની ટોચની કિંમત પણ નક્કી કરી છે એમ તેમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.