બાળાઓ પર બળાત્કાર મુદ્દે માલધારી વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર

ભુજ : તાજેતરમાં જ ઉન્નાવ, સુરત અને કઠુઆમાં બનેલી બળાત્કારની ઘટનાઓ મુદ્દે કચ્છ માલધારી વિકાસ સંગઠનની મહિલાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવાયો હતો. બાળકીઓ ઉપર તેમજ યુતવી પર થયેલી અત્યાચારની ઘટનામાં આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ માલધારી વિકાસ સંગઠનની બહેનો દ્વારા કરાઈ હતી. ઉત્તરપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર જ બળાત્કારના આરોપ લાગ્યા છે અને પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ પણ નોંધવામાં ન આવતા દેશભરમાં વિરોધ નોંધાવાઈ રહ્યા છે. જ્યારે સુરતઅને કઠુઆમાં બાળાઓ પર સામુહિક બળાત્કાર ગુજારીને મોતને ઘાટ ઉતારવામાં આવતા નરાધમોને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ મહિલાઓએ કરી હતી. કલેકટરને કરાયેલી રજુઆતમાં મૌહિતીબા ચૌહાણ, જીવીબેન રબારી, પ્રેમીલાબેન મારવાડા, સોનીબેન મેઘાભાઈ, લાછુબેન રબારી, દેવલબેન રબારી સહિતની મહિલાઓ જોડાઈ હતી.