બારાતુ બોગસ ખેડુત ખાતેદારના નામે કચ્છમાં મસમોટા જમીન કૌભાંડની ગંધ : તંત્ર અંધારામાં?

ભુજ તાલુકાના બે ગામોમાં પરપ્રાંતીઓ અને ખોટા ખેડૂત ખાતેદારોની જમીન વેંચવાનો પેંતરો : આવી જમીન ખરીદતા પહેલા સાવચેતી જરૂરી : છેતરપિંડીની આશંકા : પરપ્રાંતીઓની જમીન લેવા પહેલા દસ્તાવેજ અને ખેડૂત ખાતેદારની વિગત ચકાસવી હિતાવહ

અબડાસા-ભુજ-માંડવી-વાગડ સહિતના તાલુકાઓમાં પરપ્રાંતીયોનો છે મોટો વસવાટ : બારાતુ ભેજાબાજ ભ્રષ્ટ ભુમાફીયાઓની ટોળકી બોગસ દસ્તાવેજાના આધારે ઉલ્ટાચશ્મા પહેરાવી જાય તે પહેલા ચેત તો ન ર સદા સુખીની ઉકિત સાર્થક કરવી અનિવાર્ય

ભુજ : ભુકંપ બાદ ઔદ્યોગીક કચ્છ પ્રદેશની ઓળખ ઉભી કરનાર કચ્છમાં જમીનોના ભાવ પણ સોનાની લગણી સમાન થઈ જવા પામી ગયા છે. સમયાંતરે અહીની જમીન બજારની તેજી-મંદી અને તેમાં થતા દાવપેંચ પણ ચર્ચાના એરણે જ ચડતા રહે છે. તે વચ્ચે જ હવે ફરીથી કચ્છમા ગુજરાત બહારના બારાતુ બોગસ ખેડુત ખાતેદારોની ભેજાબાજ ટોળકી સક્રીય બની જવા પામી ગઈ છે અને ભુજ તાલુકાના બે ગામોમાં હાલમા જ ૬૦ એકર જેટલી જમીન આ જ રીતે બોગસ આધારો-સાથે પચાવી પાડવાનો પેંતરો અજમાવાયો છે ત્યારે અબડાસા-લખપત, માંડવી-વાગડ સહિતના વિસ્તારોમાં પરપ્રાંતીયોને માટે વોર્નિગ બેલ ગાજવા પામી રહી છે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.ગુજરાતના મૂળભુત ખેડૂત ખાતેદાર ન હોય અને ગુજરાતીની ભળતી અટકોથી ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવેલ હોય છે. ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન વેચવા નીકળેલ હોય તેવી ખેતીની જમીન ખરીદતા પહેલા ચેતજો.ખોટા ખાતેદારની ખેતીની મિલકત એક તો રદથવાને પાત્ર બને છે અને આવી જમીનો ખરીદવી પણ ગુનાહિત કૃત્ય કરેલું જણાય છે.ગુજરાત બહારના વેપારીઓ ગુજરાતની ભળતી અટકો સાથે ઘણા ખેડૂત ખાતેદાર બનેલ છે. ગુજરાતમાં અગાઉ પરપ્રાંતિયોની જમીનો ખોટા ખેડૂત ખાતેદાર જણાતા રદ થયેલી છે. આવા નામ ભળતીઅટકની જમીનો ખરીદતા પહેલા ચેતવણી રાખવી ફ્રોડથી બચવા માટે જરૂરી છે.ગુજરાત બહારના લોકો ખેતીની જમીન વેચાણ કરવા નીકળે ત્યારે ખૂબ જ સાવધાની કેળવવાની જરૂરી છે. કારણકે ગુજરાત બહારના હોય ત્યારે તેઓ ગુજરાતની ખેતીની જમીન ખરીદી ન શકે. જો ખેતીની જમીન ખરીદી ન શકે તો જે ખેતીની જમીન વેચાણ કઈ રીતે કરી શકે. આવા કિસ્સામાં દસ્તાવેજ સિવાય મૂળભુત કાગળોનો જેવાકે
પઝેશન, કબજા રસીદ, કબજો વગેરેનો અભાવ હોય છે અને તેમાં છળકપટની પૂરેપુરી સંભાવના રહે છે.આવી ગેરરીતીથી ખરીદેલ જમીન કારણે ખરીદનાર ફસાઈ જાય છે અને ભવિષ્યમાં ખરીદનાર માટે ખૂબ જ પ્રશ્નો ઊભા કરે છે. આવી શંકાસ્પદ અથવા બે-નામી મિલ્કત લાંબા ગાળે જેલના સળિયા ગણાવે. કચ્છમાં હાલ સમયે ફ્રોડ અને છેતરપિંડીના કિસ્સાઓ વધી રહેલ છે ત્યારે કલ્પી ન શકાય તેવોકિસ્સો હાલમાં ભુજ તાલુકાના ગામડામાં બનેલા હોવાની ચર્ચાએ ગતિ પકડી છે. તાલુકાના જ બે પ્રખ્યાત ગામોમાં જમીનમાં વિશ્વાસઘાતના કિસ્સા હોટટોપીક બનેલા છે.આ ઘટનાક્રમમાં જે માણસ એ જમીન ખરીદી ,બાનાખત કર્યું એના પૂર્ણ પૈસા ચૂકવ્યા એને અજાણ રાખી એક પ્રખ્યાત બ્રોકરેબીજાના નામે દસ્તાવેજ કરીને છેતરપિંડી સર્જાવી. ખરીદનારને ચૂકતે અવેજની પહોંચ આપી દીધી ત્યારબાદ તે જમીન ખરીદનાર ના નામે કરવાના બદલે ત્રાહિત વ્યક્તિ ને બારોબાર વેચી દીધી .એ પરપ્રાંતી ત્રાહિત વ્યક્તિ ખેડૂત ન હતો એટલે ખેતી ના દસ્તાવેજ તો તેના નામે થાય નહીં એટલે અન્ય એક મૂળભૂત ગુજરાતનોખોટોખેડૂત ખાતેદાર ઊભો કર્યો અને તેના નામે ૬૦ એકર જેટલી જમીન નો દસ્તાવેજ કરી દીધો જેમાં ખોટો ખેડૂતે દસ્તાવેજ સિવાય કોઈ પ્રક્રિયા કરી નથીઅનેબાનાખત કે દસ્તાવેજ વખતે કોઈ રકમ ચૂક્યું હોય તેવો કોઈ પુરાવો નથી.હાલ આ જમીન વિવાદાસ્પદ બનેલ છે.કચ્છ રીયલ એસ્ટેટની નામાંકિત અગ્રણીએ જણાવવામાં આવેલ કે જે ખેડૂત આવી વિવાદાસ્પદ, વાંધાવાળી, જમીનો લેશે તેને જમીન સસ્તામાં તો મળશે પરંતુ ભવિષ્યમાં સરકાર રદ કરશે અથવા બે-નામી મિલ્કત ગણી જપ્ત કરશે. આથી કચ્છની પ્રજાને ખેતીની જમીન પુરતી ચકાસણી કર્યા વગરખરીદવી નહીં. નહીંતર મુશ્કેલીઓના ભોગ બનવું
પડશે. જનતા જાગ્રત થાય.

શું-શું કરશો ખરાઈ?

ગાંધીધામ : ગુજરાત બહારના તત્વો ખેતીની જમીન વેચવા નીકળી પડે તેવા સમયે ખરીદનારાઓએ સાવચેતી રાખવી હિતાવહ કહી શકયા તેમ છે જેમા ખાસ કરીને ખરાઈ કરવી જોઈએ કે, – હાલ જમીન ઉપર ખેતી કરે છે કેમ? -કબજો અન્ય વ્યક્તિ કે મૂળ માલિકનો તો નથી ને? વેચનારનું સ્થળ ઉપર કબજો સુપ્રત કર્યાનું સોંગદનામું કે લખાણ છે કે કેમ? કબજા પાવતી, ચુકતે અવેજ ચૂકવ્યાનું બાંહેધરીખત નાણા ચૂકવેલ હોય તો કોને ચૂકવેલ છે. ?કોઈ છળકપટથી ખેડૂતને પાછળથી પાકી એન્ટ્રી પડશે ત્યારે નાણા ચૂકવશું તેવા વાયદા વાળા તેના કિસ્સા તો નથી ને.? ખરીદનાર ખરેખર માલિક છે કે કેમ. આવું પણ બની શકે કે વ્યક્તિ મૃત્યુ પામેલ હોય અને તે વ્યક્તિના વારસદારોની જાણ બહાર ફ્રોડ થતું હોય.?એવું તો નથી ને કે ખેડૂતના ખોટા પાવર ઊભા કરી ગુજરાતનો ખેડૂત ન હોવા છતાં કચ્છમાં જમીન કે કૌભાંડ આચર્યુ હોય.?

– તો ૭ વર્ષની થાય સજા :રપ ટકા પડે દંડ
ગાંધીધામ : અહી એવું પણ કદાચ બને કે જમીન ખરીદનાર અજાણ હોય અને ફક્ત તેના નામનો ઉપયોગ થયો હોય, જો આવું હોય તો તે સરકારના નિયમ મુજબ બે-નામી મિલકત ગણવામાં આવે છે અને બે-નામી મિલ્કતમાં ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેમજ મિલ્કતની બજારકિંમતના ૨૫% દંડને પાત્ર બને છે.

કલેકટરશ્રી, પ્રાંત અધિકારી, આરડીસી ધ્યાન આપે

  • જો.જો.કચ્છમાં પણ કયાંક ચોટીલાકાંડ ન થાય?

ચોટીલા તાલુકામાં ૮૦૦ એકર સરકારી જમીન ખાનગી વ્યકિતને પધરાવી દેવાતા નાયબ કલેકટર સહિત ત્રણ અધિકારીના ચડી ગયા છે તપેલા, કરી દેવાયા છે સસ્પેન્ડ

સરકારીતંત્રની મીલીભગત વિના મહેસુલ-રેવેન્યુને લગતા કૌભાંડો આચરવા શકય ન બની શકે? જાણકારોનો સુચક ઈશારો

ગાંધીધામ : ગુજરાત સરકારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૮૦૦ એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદાના એએલસીનુ ખોટુ અર્થઘટન કરીને ખાનગી વ્યકિતઓને નામે કરી આપવાની ગેરરીતી આચ,રના કેસમા સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલકેટર ચંદ્રકાન્ત પંડયા, તત્કાલીન નાયબ કલેકટર વી ઝેડ ચૌહાણ, અને ઈન્ચાર્જ મામલતદાર જે એલ ઘાડવીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરતા જિલ્લાના સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જે રીતે ચોટીલામાં સરકારી જમીન ખાનગી વ્યકિતને ધરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે અને તેમાં અધિકારીઓને પાણીંચા આપી દેવાયા છે ત્યારે કચ્છમાં પણ સરકારી જમીનો બારોબાર ખાનગી વ્યકિત-પાર્ટીઓને પધરાવી દેવાની ફરીયાદો-ઘટનાક્રમો વધી રહ્યા છે આવામા કલેકટરશ્રી, પ્રાંત અને આરડીસી સહિતના અધિકારીઓ ચેતે અને આવી ઘટનાઓમાં પારદર્શક અને તટસ્થ કાર્યવાહી થવાની ખુદ જાત ગંભીરતાઓ દાખવે તે જ સમયનો તકાજો બની રહેશે.