બાયઠના યુવાનને આપઘાત માટે મજબુર કરનાર પિતા-પુત્ર સામે ફોજદારી

માંડવી : તાલુકાના બાયઠ ગામે રહેતા યુવાનને આત્મહત્યા કરવા મજબુર કરનાર મોટા લાયજા ગામના પિતા-પુત્ર સામે ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ શિવજીભાઈ રાજાભાઈ મહેશ્વરી (ઉ.વ.પપ), રહે. બાયઠ, તા. માંડવીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે મોટા લાયજા ગામે રહેતા સુમાર ગઢવી તથા તેના પુત્ર દિપ્ક ગઢવીએ તેઓના દિકરા ભાવેશ મહેશ્વરીને મોબાઈલ ફોનની લેતી-દેતી બાબતે જાહેરમાં જાતી અપમાનીત કરી ધકબુશટનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓના દિકરાને મનમાં લાગી આવતા પોતાની જાતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ગઢશીશા પોલીસે બન્ને આરોપીઓ સામે આત્મહત્યા કરવા મજબુર કરવા તેમજ એટ્રોસીટીની કલમો હેઠળ ગુન્હો નોંધી એસ.એસટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.