બાબુભાઈની ડિપોઝીટ ડૂલ

રાપર : વિધાનસભા બેઠકના જાહેર થયેલા પરિણામ મુજબ એનસીપીથી ચૂંટણી જંગમાં ઝંપલાવનાર રાજ્યના પૂર્વ નાણામંત્રી અને વાગડના રાજકીય આગેવાન બાબુભાઈ મેઘજી શાહની કારમી હાર ખમવાનો વારો આવ્યો હતો.
નિયમ અનુસાર થયેલ મતદાનના ૧૬ ટકાથી ઓછા મત મેળવનાર ઉમેદવારની ડિપોઝીટ ઝપ્ત થતી હોય છે ત્યારે રાપર બેઠક પર ત્રિપાંખિયા જંગના ત્રિજાકોણ એવા બાબુભાઈ શાહ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકયા ન હતા.