બાબાસાહેબના આદર્શોને અનુસરીએ : વાસણભાઈ આહિર

અંજાર : અંજાર ખાતે બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના દેવળીયા નાકા મધ્યે આવેલ તેમની પ્રતિમાને સંસદીય સચિવ વાસણભાઈ જી.આહિર, નગરપાલિકા અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, શાસકપક્ષના નેતા ડેનીભાઈ આર.શાહ, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ રાંભઈબેન વેલાભાઈ ઝરૂ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ઓ.કોઠારી, દિપકભાઈ આહિર, અશ્વિનભાઈ પંડ્યા, સુરેશભાઈ ઓઝા, મંજુલાબેન માંતગ, કુંદનબેન જેઠવા, ધર્મીષ્ઠાબેન ખાંડેકા, લીલાવંતીબેન પ્રજાપતિ, હંસાબેન કે.ઠકકર, કંચનબેન સોરઠીયા, લાલજીભાઈ ખેતાભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા અનુસુચિત જાતિના મંત્રી મયુરભાઈ કે.સિંધવ, તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતો અને હારારોપણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.