બાગાયતમાં આઇ ખેડુત પોર્ટલ અરજી માટે ખુલ્લુ મુકાયું

કચ્છના ડ્રેગન ફૃટ (કમલમ ફૃટ ) ની ખેતી કરવા ઇચ્છુક ખેડુતો માટે આઇ ખેડુત પોર્ટલ પર ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ” વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજનામાં વહેલી તકે અરજી કરવા બાગાયત ખાતા દ્વારા જણાવાયુ છે.

બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે આઇ ખેડુત પોર્ટલ ૨ ઘટકો માટે તા. ૦૧/૦૭/૨૦૨૧ થી ૩૦/૦૮/૨૦૨૧ સુધી ખેડુતો માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. આથી કચ્છ જીલ્લાના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ” વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજનામાં સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in ) પર ઓનલાઇન અરજી કરવી તેમજ અરજી કરી તેની પ્રીન્ટ સાથે જરૂરી સાધનીક કાગળો ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક (આધાર લીન્ક)ની નકલ સાથે દીન ૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં ૩૨૦, બીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે પહોંચતી કરવા નાય બાગાયત નિયામક-ભુજ-કચ્છની  યાદીમાં જણાવ્યુ છે.

વધુમાં જણાવવાનું કે અન્ય ઘટક ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના માટે અરજી અંગે આઇ ખેડુત પોર્ટલ તા. ૬/૬/૨૦૨૧ થી ૧૫/૭/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.