બાગના ઉપસરપંચ સહિત બે શખ્સો પિધેલી હાલતમાં ઝડપાયા

ગુંદિયાળી નજીક પીઆઈ ગામેતીએ કાર સાથે ઝડપી પાડી હવાલતમાં ધકેલી દીધા

 

માંડવી : તાલુકાના ગુંદિયાળી ચાર રસ્તા પાસે નશાની અસર તળે કાર ચલાવતા બાગના ઉપસરપંચ સહિત બે નબીરાઓને પોલીસે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના દોઢ વાગ્યે પીઆઈ એમ.આર. ગામેતી સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ગુંદિયાળી ગામના ચાર રસ્તા પાસેથી પસાર થતી હુડાઈ કંપની આઈ ટવીન્ટી કાર નંબર જી.જે. ૧ર બી.એફ. ૦૧૯૦ને ચેક કરતાં તેના ચાલક આનંદ પ્રભુલાલ નાગુ (ઉ.વ. ૩પ) (રહે બાગ) વાળો જે મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતો હોઈ તે નશાની અસર તળે મળી આવ્યો હતો. જયારે તેની બાજુમાં બેઠેલા બાગ ગામના ઉપસરપંચ રમેશ શંભુલાલ રાજગોર (ઉ.વ. ૩પ) પણ નશાની અસર તળે છાકટા બનેલી હાલતમાં મળી આવતાં ર લાખની કાર કબજે કરી આનંદ સામે કેફીપીણુ પીને કાર ચલાવવા તેમજ રમેશ સામે કેફીપીણું પીવા તળે બંને સામે અલાયદી ફરિયાદો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. અને બંનેને જામીન ઉપર મુકત કરી દેવામાં આવેલાનું પોલીસે જણાવ્યું હતું.