બાકીની ૧% નોટ પણ રિઝર્વ બેંક પાસે પાછી આવશેઃ સરકારી બેંકો પાસે ૨૭૦૦ કરોડની જુની નોટો છે

મુંબઈઃ ગત વર્ષની ૮ નવેમ્બરે ચલણમાંથી પાછી ખેંચી લેવાયેલી રૂા.૫૦૦ અને ૧૦૦૦ની લગભગ તમામ નોટ રિઝર્વ બેંકમાં પાછી ફરે તેવી શકયતા છે. ૩૦ ઓગષ્ટે જારી રિઝર્વ બેંકના રિપોર્ટ મુજબ રદ કરાયેલી નોટો સ્વરૂપે માત્ર રૂા.૧૬૦૦૦ કરોડ પાછા આવ્યા નથી,પરંતુ એ આંકડામાં ભૂતાન-નેપાળમાં સકર્યુલેટ અને સ્વીકાર કરાતા ભારતીય ચલણનો તેમજ જિલ્લા સરકારી બેંકો તથા પોસ્ટ ઓફીસમાં જમા કરાવાયેલી નોટો સામેલ નથી. એ જો ઘ્યાનમાં લેવામાં આવે તો રદ કરાયેલી નોટો એથી વધુ સીસ્ટમમાં પાછી આવી શકે છે.