બાંધકામ શ્રમિકોએ ૩૧મી માર્ચ પહેલા પોતાની ખૂટતી વિગતો રેડબુકમાં નોંધાવવા અનુરોધ

બાંધકામ શ્રમિકોએ પોતાના રેડ બૂક (ઓળખ પત્ર) નંબરને આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમિટ કરાવે તે ઈચ્છનીય છે. બોર્ડ/NICદ્વારા તેઓની વિગતો ચકાસી PEMS દ્વારા આર્થિક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકે તે માટે સત્વરે બાકી રહી ગયેલ નોધાયેલ બાંધકામ શ્રમિકોને તેમની વિગત તા-૩૧/૦૩/૨૦૨૧ પહેલાં સબમિટ કરવા જાહેર વિનંતી છે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેની પણ નોધ લેવા (ડી.જે. પંડ્યા) પ્રોજેકટ મેનેજર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

કોવિડ-૧૯ હેઠળ “ ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ “ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રા. બા. વિભાગ ના ઠરાવ ક્રમાંક : પીડીએસ/૧૦૨૦૨૦/૨૪૮/૭-૧ તા-૧૮/૦૪/૨૦૨૦ થી લાભાર્થીના આધારલીંક બેંક ખાતામાં PEMS દ્વારા રૂપિયા ૧૦૦૦ ની આર્થિક સહાયની ચુકવણી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કરવાનું ઠરાવેલ છે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોધાયેલા કુલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમિકોને પણ આવરી લેવામાં આવેલ છે, જે બાંધકામ શ્રમિકોના આધારલીંક ખાતામાં રૂપિયા ૧૦૦૦ ની સહાય PEMS દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા ચૂકવાયેલ છે, જેની યાદી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે, જ્યારે બાકી રહેતા નોધાયેલ બાંધકામ શ્રમિકો ના ડેટા ઇન-વેલીડ/અધૂરા હોય જેવા કે આધાર નંબર ખોટા હોય, બેંકની વિગત અપૂરતી હોય, બેંક આધાર લીંક ન હોય, બેંક ખાતું બંધ હોય જેવા કારણોસર નોધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકાતી નથી. આપ જે નોધાયેલ (લાલ બૂક ધરાવતા) બાંધકામ શ્રમિક આર્થિક સહાયથી વંચિત છે, તેવા બાંધકામ શ્રમિકો તેમની વિગતો બોર્ડના પોર્ટલ htpp://misbocwwb.gujarat.gov.in/registrationform પર રજૂ કરી શકશે.