બાંદ્રા-ગાંધીધામ વચ્ચે વીકલી સુપરફાસ્ટ એક્સપ્રેસ

મુંબઈઃ પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે  પશ્ચિ રેલવે દ્વારા દર અઠવાડિયે શનિવારે બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ (૦૯૩૪૪) વીકલી સુપરફાસ્ટ ટ્રેન દર અઠવાડિયે શનિવારે રાતે ૧૨.૨૫ કલાકે બાંદ્રાથી રવાના થશે અને બીજા દિવસે બપોરે ૧.૫૦ કલાકે ગાંધીધામ પહોંચશે. જ્યારે દર શનિવારે બપોરે ૪.૩૫ કલાકે ગાંધીધામથી બાંદ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, જે બીજા દિવસે સવારે ૬.૧૫ કલાકે બાંદ્રા ટર્મિનસ  પહોંચશે, એવું પશ્ચિમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ વીકલી સુપરફાસ્ટ ટ્રેન ૨૩મી, ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૭ અને ૬ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૧૮ના દોડાવવામાં આવશે, અને તેનું બુકિંગ આવતીકાલથી શરૂ કરવામાં આવશે.