બાંદીપુરામાં આતંકીઓ સાથે અથડામણઃ બે ત્રાસવાદી ઠાર : ૧ જવાન શહીદ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પાકીસ્તાન તરફેથી સતત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓને અંજામ આપવામા આવી રહ્યો છે દરમ્યાન જ આજ રોજ ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે બાંદીપુરા સેકટરમાં અથડામણ થવા પામી ગઈ છે અને તેમાં ભારતીય સૈન્ય દ્વારા બે આતંકવાદીઓને ઠાર મારી દેવાયા છે તો વળી આ એન્કાઉન્ટરમં ભારતીય સૈન્યના એક જવાન શહીદ થવા પામ્યા છે. દરમ્યાન જ આ વિસ્તારને કોર્ડન કરી અને ભારતીય સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવી રહ્યુ છે.