બાંગ્લાદેશના પ્રથમ હિંદુ ન્યાયાધીશે કેમ્પ આપ્યું રાજીનામું?

ઢાકાઃ બાગ્લાદેશના પ્રથમ હિંદુ મુખ્ય ન્યાયાધીશ સુરેન્દ્ર સિન્હાએ રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સિન્હા પર મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, નાણાની અનિયમિતતાઓ જેવા આરોપ લાગ્યા હતા. છેલ્લા એક મહીનાથી તેઓ રજા પર હતા અને રજા પૂરી થતાજ તેમણે રાજીનામું આપી દીધું છે.રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ જોયનલ અબેદિને જણાવ્યું કે સિન્હાનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે. સિન્હા બાંગ્લાદેશના પહેલા હિંદુ મુખ્ય ન્યાયધીશ હતા. તેમણે ૧૭ જાન્યુઆરી ૨૦૧૫માં શપથ લીધા હતા અને તેનો કાર્યકાળ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરી સુધી હતો. નોંધનીય છે કે, સંવિધાનમા ૧૬માં સુધારાને નકાર્યા બાદ જસ્ટિસ સિન્હાની બાંગ્લાદેશ સરકાર સાથે તકરાર ચાલી રહ્યો હતો. અને સરકારે તેની સામે નારજગી પણ જતાવી હતી.