બરતરફ કરાયેલા બિદડા સરપંચ સહિતના સભ્યોને રીસ્ટોર કરો

  • સમાજવાડીના કામ માટે ટેકનિકલ કારણોસર

કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના સ્થાપક પ્રમુખ વિંઝાણના માજી સરપંચે પૂર્ણ તપાસની માંગ સાથે ફેર વિચારણાની કરી માંગ

ભુજ : પટેલ સમાજવાડીના કામમાં ટેકનીકલ કારણોસર બરતરફ કરાયેલા બિદડાના સરપંચ અને સભ્યોને રીસ્ટોર કરવા કચ્છ જીલ્લા સરપંચ સંગઠનના સ્થાપક પ્રમુખ અને વિંઝાણના માજી સરપંચ વિક્રમસિંહ જાડેજાએ માંગ
કરી છે.કચ્છ જીલ્લા સરપંચ સંગઠનના સ્થાપક પ્રમુખ અને વિંઝાણના માજી સરપંચ વિક્રમસિંહ અમરસંગજી જાડેજાએ એક અખબારી યાદીમાં ટેકનીકલ કારણોસર બરતરફ કરાયેલા બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશ સંઘાર અને તમામ ૯ સભ્યોના સસ્પેન્શનને પંચાયતી રાજ માટે દુઃખદ ગણાવી પટેલ સમાજવાડીના કામ માટે ગ્રાંટ ફાળવી કામ કરાયું તેમાં ટેકનીકલ ભુલો રહેલી હોય તેને ભ્રષ્ટાચાર ન ગણાવી શકાય તેવી દલીલ કરી સેવાભાવી સરપંચ અને તમામ ૯ સભ્યોને રીસ્ટોર કરવા માંગ કરી છે.તેમણે ચુંટણી હારી ગયેલા લોકો રાજકીય ઈરાદા માટે કાવાદાવા કર્યા હોવાનું જણાવી કચ્છના જીલ્લા વિકાસ અધિકારીને ગુણદોષની નજરે બરતરફીના નિર્ણયની ફેર વિચારણા કરવા અપીલ પણ કરી છે.