બન્ની વિસ્તારના ગામડામાં ઘેર-ઘેર માંદગીના ખાટલા

૧૦ મહિનાની દિકરીને સ્વાઈન ફલુ પોઝિટીવ હોવા છતાં નખત્રાણા સરકારી હોસ્પીટલમાં ૧ર કલાક બેસાડી રાખવામાં આવ્યા : આખરે પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરાતા સ્વાઈન ફલુ નિકળતા ભુજ જનરલમાં દાખલ કરાઈ

 

ફુલાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ સરકાર હોસ્પીટલ સામે કર્યા આક્ષેપ : તલ ગામમાં પાંચ સ્વાઈન ફલુના પોઝિટિવ કેસ, એકનું સ્વાઈન ફલુમાં મોત

 

નખત્રાણા : તાલુકાના બન્ની વિસ્તારના ગામડામાં હાલ રોગચાળા ફાટી નિકળ્યો છે. ઘરો- ઘર માંદગીના ખાટલા છે. ત્યારે આરોગ્યતંત્ર આ ગામડાઓમાં આજ દિવસ સુધી ન પહોચતા ગ્રામીણ વિસ્તારના લોકો આરોગ્ય સેવાથી વંચીત રાખતા હોવાના આક્ષેપો કરાય છે. સ્વાઈન ફલુની સારવાર ન કરાતી હોવાથી વિસ્તાર ગામડા બેરાડો, ફુલાય, છારી, પૈયા, મોતીચુર, તલ, લૈયારી, વીરા જેવા ગામડાઓમાં સ્વાઈન ફલુ અને તાવના દર્દીઓ પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમાં પણ મોટાભાગના દર્દીઓને તાવ, શરદી સહિતના રોગ દેખાઈ રહ્યા છે. તેવામાં પ્રાઈવેટવાળા મોંઘા ભાવે દવા આપે છે અને તે જ દવા સરકારી હોસ્પીટલમાં સસ્તા ભાવે મળે છે, પરંતુ જયારે સરકારી હોસ્પીટલમાં સ્વાઈન ફલુની ગોળી ડોકટર દ્વારા જાણી જાઈને અપાતી નથી અને પ્રાઈવેટવાળાને વેચી દેવામાં આવે છે તેવા આક્ષેપો સરપંચ ફુલાય જૂથ ગ્રામ પંચાયતના અબ્દુલ અબાસે કરેલ હતા. વધુમાં જણાવેલ કે, ગત તા. પ-૯-ર૦૧૭ના તલ ગામની દિકરી કરીમ મનબાઈ આસીફને નખત્રાણા સીએચસીમાં સવારે ૮ વાગે સારવાર માટે લઈ જવામાં આવેલ પણ હોસ્પીટલમાં સવારથી સાંજે ૮ વાગ્યા સુધી બેસાડી રાખી કોઈ સારવાર ન કરી આખરે રાત્રે ૮ વાગ્યે નખત્રાણા પ્રાઈવેટ હોસ્પીટલમાં લઈ ગયા હતા. તેમણે તપાસથી સ્વાઈન ફલુ પોઝિટીવ છે તેવો રિપોર્ટ આપતા ભુજ જનરલ હોસ્પીટલમાં લઈ આવ્યા હતા. અને સારવાર ચાલુ છે પણ નખત્રાણાના સરકારી હોસ્પીટલના વહીવટો દ્વારા આ વિસ્તારના લોકોને હેરાન કરાય છે અને અભદ્ર વર્તન કરાય છે. તો તેમણે વધુમાં કહ્યું કે, એમ્બ્યુલન્સ ન આપી તેમણે કોઈ સારવાર કરાઈ ન હતી. તેમજ આરોગ્ય વિભાગ આ ગામડામાં લોકોને સારવાર આપે. આ વિસ્તારમાં ૩૦ કિલોમીટર એરિયામાં કોઈ દવાખાનું નથી જેથી ગરીબ લોકો નખત્રાણા સુધી લાંબા થવાની જરૂર પડે છે.અને પૈસાના અભાવથી સારવારથી વંચિત રહેતા આરોગ્ય વિભાગ કેમ્પ કરી આ વિસ્તારમાં સ્વાઈન ફલુ જેવા રોગના ભરડામાં છે ત્યારે ઘરો- ઘર જઈ સારવાર આપે તેવી રજૂઆત અગ્રણી ફુલાયના સરપંચ- ઉપસરપંચ તેમજ નૂરમામદ આગાખાન વિગેરે અગ્રણીઓએ કરી છે.