બનાસકાંઠા એલસીબીએ શિહોરીના ઉંબરીમાં જુગારધામ ઝડપી પાડ્યું

(જી.એન.એસ.)બનાસકાંઠા,બનાસકાંઠા જિલ્લા એલસીબીએ ઉંબરી ગામ પાસેથી ઘોડી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે ૯ જેટલા ઇસમો ફરાર થઇ ગયા છે. પોલીસે ૭૩ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી ૧૨ લોકો સામે ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા આગળની કાર્યાવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસની ટીમે ગત રાતે કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ઉંબરી ગામ પાસે એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જે અંતર્ગત એલસીબીની ટીમે ઉંબરી ગામે પાસે રેલવે સ્ટેશન પાસે આવેલા ભરત સિંહ વાઘેલાના ખેતરમાં રેડ કરતા ઘોડી પાસા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા શખ્સો રંગે હાથ ઝડપાયા હતા.એલસીબીની ટીમના હાથે ફુલ ત્રણ શખ્શો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા, જ્યારે નવ શખ્સો ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે કુલ ૧૨ લોકો સામે ગુન્હો નોંધી બાઈક ,મોબાઈલ સહિત કુલ ૭૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ઝડપાયેલા ત્રણ આરોપીઓ તેમજ મુદ્દામાલને શિહોરી પોલીસ તમને સોપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.