બનાસકાંઠામાં કોરોનાનો રાફડો ફાટ્યો, થરાદમાં ૨૦ BSF જવાનોને પોઝિટિવ

Blood sample tube positive with COVID-19 or novel coronavirus 2019 found in Wuhan, China

(એજન્સી દ્વારા) અમદાવાદ : કોરોનાના કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો દેશ દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ હવે તેનો કહેર ફરી જોવા મળી રહ્યું છે. રાજ્યના બનાસકાંઠા જીલ્લાના થરાદમાં એક સાથે ૨૦ BSF ના જવાન પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ જવાનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે આ તમામ જવાનોને થરાદની મોર્ડન સ્કૂલમાં જવાનોને આઇસોલેટ કરાયા છે. જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.ઉલ્લેખનીય કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૩ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૭૧ દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૨ ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ૧ દર્દીનું મોત થયું છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૨૪ હજાર ૪૯૩ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૭૬ થયો છે.