બનાસકાંઠાઃ કોરોનાના વધતાં કેસોને જોઈ અધિકારીઓને હેડક્વાર્ટર નહી છોડવાનો આદેશ

(જી.એન.એસ)રાજકોટ,બનાશકાંઠાઃ કોવિડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિને લીધે જિલ્લા કલેક્ટર દ્વારા દરરોજ નવા આદેશો અને સૂચનો બહાર પાડવામાં આવી રહ્યા છે,જેથી કરીને કોરોનાની આ ચેઇનને તોડી શકાય.જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા દરરોજ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવે છે અને અધિકારીઓની દૈનિક કોવિડ રિલેટેડ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.કલેક્ટર આનંદ પટેલે જિલ્લામાં વધતાં જતા કોરોના કેસોને જોઈ જિલ્લાના તમામ કલાસ ૧,૨ અને સુપર કલાસ ૩ અધિકારીઓ કે જેઓ કોઈ પોસ્ટના ઇન્ચાર્જમાં છે તે તમામને હેડક્વાર્ટર નહિ છોડવા આદેશ કરાયો છે,એટલું જ નહીં જો કોઈ અધિકારીને અનિવાર્ય સંજોગ ઉભા થાય તો મંજૂરી લીધા બાદ જ હેડક્વાર્ટર છોડી શકશે તેવો આદેશ કરાયો છે.જો કોઈ અધિકારી મનજુરી વિના હેડક્વાર્ટર છોડેલ જણાશે તો તેની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૫ અન્વયે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.