બક્ષીપંચ પ્રમાણપત્ર અંગે મીયાણા મુસ્લીમ સમાજ અંજાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત

અંજારઃ મિયાણા મુસ્લીમ સમાજ જે શા.શૈ.પછાત વર્ગમાંથી આવે છે. પણ સમાજના લોકોની અજ્ઞાનતાને કારણે શાળા પ્રવેશ વખતે તેમની સ્કુલ સર્ટી કોલમ નં.૦૪માં ધર્મ અને જાતીની કોલમ ફકત ધર્મ મુસ્લિમ અથવા મુસલમાન શાળાના શિક્ષકો દ્વારા લખવામાં આવે છે. અને જાતીની ઓળખ લખવામાં આવતી નથી. જેને કારણે આગળ અભ્યાસ કરતા મિયાણા(મુસ્લીમ)સમાજના બાળકોનું બક્ષીપંચના પ્રમાણપત્ર મળતા નથી.મિયાણા સમાજના લોકો પ્રથમથીજ અભણ રહેલ હોઈ તેમના વાલીઓ અભણ હોઈ તેમના સ્કુલ સર્ટી ઉપલબ્ધ ન હોઈ સમાજના બાળકોને તેમના વાલીઓનું બક્ષીપંચનો દાખલો લઈ આવવાનું તાલુકા વિકાસ અધિકારી કે જીલ્લા સમાજ કલ્યાણના અધિકારી દ્વારા કહેવામાં આવે છે પણ તેમના વાલી ભણ અભણ હોતા પ્રમાણપત્ર કયાંથી મેળવવા અથવા તેમના વાલીની સ્કુલ સર્ટીમાં ફકત મુસ્લીમ લખેલું હોય તો તેની સાથે મુસ્લીમ મિયાણા સમાજના દાખલાના આધારે તથા તલાટીના પંચનામાના આધારે બક્ષીપંચના પ્રમાણપત્ર કાઢી આપવા મિયાણા મુસ્લીમ સમાજના અગ્રણીઓ દ્વારા તાલુકા વિકાસ અધીકારી અંજારને રજુઆત કરાઈ છે.