બકરીઈદના કાશ્મીરમાં ના-પાક હિંસા

અનંતનાગમાં ઈદની નમાઝ બાદ પથ્થરબાજોએ ભારતીય સુરક્ષાજવાનો પર કર્યો
પથ્થરમારો : પાકિસ્તાન અને આઈએસના ઝંડા ફરકાવાયા : ભારતીય સેનાએ પથ્થરબાજોને અટકાવવા કર્યો બળપ્રયોગ

 

ફુલગામમાં આતંકીઓએ પોત પ્રકાશ્યું : ભારતીય પોલીસકર્મીની કરી હત્યા
શ્રીનગર : બકરી ઈદના આજના પવિત્ર દીને પણ કાશ્મીરમાં નાપાક અડપલાઓ સતત યથાવત જ રહી ગયા છે. આજ રોજ એકતરફ અનંતનાગમાં પથ્થરમારો થવા પામી ગયો છે તો બીજીતરફ અહીના ફુલગામમાં જાજરીપુરા વિસ્તારમાં આતંકીઓ દ્વારા ઈદગાહની બહાર ભારતીય પોલીસકર્મીની હત્યા નિપજાવી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી રહી છે.

 

શ્રીનગર : ભારત અને પાકીસ્તાનના સબંધો પાછલા કેટલાક સમયથી સતત વણસતા જ રહ્યા છે દરમ્યાન જ નવા કેપ્ટન ઈમરાન ખાનના પીએમ પદના શપથ બાદ પણ પાકીસ્તાનની આતંકી નીતીમાં કોઈ જ ફર્ક ન પડયો હોય તેવો ગંભીર ઘટનાક્રમ આજે પણ યથાવત જ રહેવા પામી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્ય છે.
બકરી ઈદના પવિત્ર દીને પણ શ્રીનગરમાં આતંકીઓએ પોત પ્રકાશી દીધુ છે. અહીના અનંતનાગના જંગઘાટ પાસે બકરી ઈદની નમાઝ અદા કર્યા બાદ પથ્થરબાજો દ્વારા ભારતીય સુરક્ષા જવાનો પર પથ્થરમારો કરી દીધો છે. ભારતીય સુરક્ષા જવાનોને નિશાન બનાવી અને કરવામા આવેલા પથ્થરમારો પાક. પ્રેરીત આતંકીઓનો જ હોવાનો પણ વર્તારો સામે આવી ગયો હતો. કારણ કે પથ્થરબાજો દ્વારા અહી પાકીસ્તાન અને આઈએસના ઝંડાઓ ફરકાવવામાં આવ્યા હતા.
બીજીતરફ ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ પથ્થરબાજોે રોકવાને માટે બળપ્રયોગ કરવાની સ્થીતી સામે આવવા પામી ગયો છે. આ પ્રકારની ઘટનાથી અનંતનાગના જંગઘાટમાં બન્ને તરફે સંઘર્ષ યથાવત રહેવા પામી ગયો હતો.