બંધ દરમિયાન દેશભરમાં પ્રદર્શન

નવી દિલ્હીઃભારતને બંધને પગલે ઝાંસી રેલવે સ્ટેશન પર પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રદીપ દૈને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. બિહારના પટણામાં સાંસદ પપ્પૂ યાદવે ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે મળી ટ્રેન રોકી હતી. કર્ણાટકના મેંગલુરુમાં કેટલાક અસામાજિક તત્વોએ એક પ્રાઇવેટ બસ પર પથ્થરો ફેંક્યા હતા.
મહારાષ્ટ્રમાં પણ વિપક્ષ આક્રમક રૂપમાં જોવા મળ્યું છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ પૂણેમાં અનેક બસો પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કોગ્રેસ નેતા સંજય નિરૂપમની અટકાયત કરી દેવામાં આવી હતી. બિહારના આરામાં નેશનલ હાઇવે ૩૦ પર જામ કરી દેવામાં આવ્યો હતો. તેલંગણામાં પણ કોગ્રેસના કાર્યકર્તાઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. ઓડિશાના ભૂવનેશ્વરમાં પણ કોગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.