બંગાળમાં ટીએમસી કાર્યકર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યાઃ ૮ની ધરપકડ

(જી.એન.એસ.)કોલકાત્તા,આજે ૧ એપ્રિલે રાજ્યમાં ૩૦ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પરંતુ, મતદાન પહેલા જ પશ્ચિમ મિદનાપુરમાં ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તેને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે પશ્ચિમ મિદનાપુર જિલ્લાના દાદપુર ગામમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા શખ્સોએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં, તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મામલે પશ્ચિમ મિદનાપુરના પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ૮ લોકોની શંકાના આધારે ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ, તેમની પૂછપરછ કરાવામાં આવી રહી છે.