બંગાળમાં ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણીની તારીખો કરાઈ જાહેર

(જી.એન,એસ), પશ્ચિમ બંગાળ , પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ૨૦૨૧ ની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી બીજેપીના સુવેન્દુ સામે હારી ગયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક ભાજપના શુવેન્દુ અધિકારીએ ટક્કર આપીને રસાકસી ભરી જીત હાંસલ કરી હતી. જણાવી દઈએ કે બુધવારે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી અને પેટા ચૂંટણીના આયોજન અંગે ચર્ચા કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા પછી ૬ મહિનામાં મમતા બેનર્જીએ વિધાનસભા સભ્ય બનવું જરૂરી છે. બંધારણની કલમ ૧૬૪ (૪) મુજબ, ચૂંટણી જીતી ન હોય તેવી વ્યક્તિ પણ મુખ્યમંત્રી બની શકે છે, પરંતુ તે પછીના ૬ મહિનાની અંદર તેમણે રાજ્યની વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું પડે છે. પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ નથી, તેથી મમતા બેનર્જીએ વિધાનસભાના સભ્ય બનવા માટે ચૂંટણી જીતવી પડે છે. નોંધનીય છે કે સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત મેળવી હતી. ટીએમસીએ ૨૯૪ માંથી ૨૧૩ બેઠકો જીતી હતી. બીજી બાજુ, ભાજપે ૭૭ બેઠકો જીતી હતી.કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ મુજબ પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ૩૦ સપ્ટેમ્બરે યોજાશે અને તેની મત ગણતરી ૩ ઓક્ટોબરે કરાશે.