‘બંગડી’ઓ ઉતારો અને મુંછને આપો તાવ..!’ : હવે ગાંધીધામમાં હદ વટાવે છે ‘ગુંડાગીરી’

લખ.લાનત..છે..નપાણી ખાખીને..!

દારૂ-આંકડા-જુગાર-ચીલઝડપ, તેલચોરી, બિનવારસુ ચીજવસ્તુઓની હેરાફેરી, ધરફોડી, સહીતની ઘટનાઓ તો ગુન્હાહીત રીતે ધમધમી જ રહી છે પરંતુ હવે નાના-નાના લારી ગલ્લાવાળાઓ પાસેથી ‘પ્રોટેકશન-મની’ના રીતસરના હપ્તા વસુલીનો ધીકતો ધંધાનો વકરી ગયો છે સડડો ઃ રોજનું કરીને રોજનું ખાનારાઓ પર પણ અસામાજીક તત્વોનો આતંકી ઃ પોલીસની મુકપ્રેક્ષક ભરી ભૂમિકા સામે વરસતો ફીટકાર

 

હવે તો પોલીસ ‘બુલડોઝર’લઈને કોથળા ભરવા ગામમાં નીકળી પડે છે..લાખોપતી ખાખીધારીઓ તો સાંભળ્યા હતા પરંતુ હવે બન્યા છે કરોડપતી..ઃ છતાય ખાટલે મોટી ખોટ તો એ જ છે કે, ફરજમાં તો રખાય છે ઉદાશીનતા..ભ્રષ્ટાચાર સબબના કરોડો ઓળવી લેવાયા બાદ પણ ફરજપરસ્ત જ બની રહ્યા
છે ભ્રષ્ટ તત્વો..

ગાંધીધામમાં વિવીધ પ્રકારના દુષણો  વરસોથી છે પરંતુ  ‘પ્રોટેકશન મની’નું દુષણ હાલમાં જ કેટલાક સમયથી વકર્યુ છે..તેના પાછળનું કારણ સંકુલ-જિલ્લામાંં ખાખીએ‘બંગડી’ઓ કરી છે ધારણ ઃ જા હવે આવા તત્વોની સામે કાયદો ડંડો નહી ઉગામે તો આવતીકાલ ખાખી પર પણ આવા શિરજાર તત્વો પ્રહાર કરતા નહી કરે વાર ઃ જાણકારોની સુચક ટકોર

 

સેકટર-૪માં ખન્નામાર્કેટ કલેકટર રોડ પર દર બુધ-રવિવારે તથા સેકટર ૫માં ભરાતી શાકમાર્કેટમાં બની બેઠેલા ગુંડાતત્વો તથા તેના પંટરો
દ્વારા થતી ઉઘરાણી- હપ્તાવસુલી જાખમકારક ઃ દારૂ-જુગાર-આંકડા-ચીલઝડપ, ચોરી-ઘરફોડી તો અહી થાય જ છે..પરંતુ હવે..‘ખંડણી’ના
પણ સડ્ડાએ લીધો છે ઘેરો ઃ તાજેતરમં જ એક કરોડની ખંડણીના ઈરાદે અપહરણની સત્તાવાર રીતે થઈ ચૂકી છે ફરીયાદ

બોર્ડર રેન્જના વડા તરીકે પીયુષ પટેલ આવતા હવે પૂર્વ કચ્છમાં ધમધમતા ગોરખધંધાઓમાથી મુકીત મળવાની રાહત મળવાનો સેવાઈ રહ્યો છે આશાવાદ

હવે કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી પદે જિલ્લાભરના ગુન્હાહીત ભુગોળથી વાકેફ એવા જાબાંજ-કડક અધિકારી પીયુષ પટેલ આવ્યા છે ત્યારે પ્રજાજનોને પુનઃ કાયદામાં આસ્થા અને વિશ્વાસ વધવાનો સેવાયો છે આશાવાદ ઃ નવનિયુકત ડીઆઈજી પીયુષ પટેલ પૂર્વ કચ્છમાં કાયદાને ઢીલોઢફ રાખનાર અને ગુન્હાહીતત્વોને મોકળુ મેદાન આપનારા પલળેલા ખાખીધારીઓને શબક શીખવાડશે ખરા..?

 

 

રાજકોટવાળી કેમ ગાંધીધામ પોલીસ ન કરે : પોલીસ  તો બન્ને એક જ ગુજરાત સરકારની જ છે..!
ગાંધીધામ : રાજકોટમાં પોલીસતંત્ર દ્વારા પાણી બનતાવાવમા આવી રહ્યુ છે અને અહી ખાખી કાયદાને જફા પહોંચાડનારાઓની સામે દંડો ઉગામી જ રહ્યા છે અને કાયદાનુ ભાન કરાવી રહ્યુ છે તો પછી ગાંધીધામ પોલીસ કેમ પાણીમાં બેઠી છે. નાના લારી ગલ્લાવાળાઓને અહી સતાવાતા હોવા છતા પોલીસ મુકપ્રેક્ષકની જ ભુમીકા છે તેવુ કેમ? ગાંધીધામ અને રાજકોટ બન્ને જગ્યાએ પોલીસ તો ગુજરાત સરકારની જ તૈનાત છે તો બન્નેના વલણમાં ફર્ક કેમ છે. શું રાજકોટની પોલીસ અને ગાંધીધામની પોલીસને અલગ-અલગ નિયમો લાગુ પડે છે.

 

 

 

ગાંધીધામ :  કચ્છમાં કાયદો અને વ્યવસ્થા વધારે સારી રીતે જળવાય તે માટે વિશાળ એવા આ જિલ્લાન પોલીસના બે બેડામાં વિભાજન કરવામા આવ્યુ હતુ પરંતુ જાણે કે તેનો લાભ પૂર્વ કચ્છમાં મળતો જ ન હોય તેમ એક પછી એક શિરજાર તત્વો અહી ખાખીને ખુલ્લા પડકાર જ આપી રહ્યા છે. પૂર્વ કચ્છ જિલ્લામાં આવતો લાખો-કરોડાનો દારૂનો મસમોટો જથ્થો અન્ય જિલ્લાઓમાં પકડાય પરંતુ પૂર્વ કચ્છ પોલીસ કહેશે કે અહી તો દારૂ પીવાતો જ નથી કે વેચાતો જ નથી.., પોલીસ સ્ટેશનની એક કી.મી.ની ત્રીજયામાં સ્ટેટ વીજીલન્સની ટુકડીઓ ત્રાટકી અને દારૂના જથ્થાને પકડી જાય કે ભચાઉ જેવા મથકોમાં વિજિલન્સનીટુકડીઓ હાઈપ્રોફાઈલ જુગાર કલબ પર દરોડા પાડી જાય તોય ગાંધીધામમાં દારૂ-જુગાર અને આંકડા તો રમાતા જ ન હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામા આવતો રહ્યો છે. ખેર..આ બધુ તો ધંધો ધમધમતો જ રહેશે પરંતુ હવે તો શહેરમાં એક નાનકડો વેપારી-ગરીબ અને શ્રમજીવી ધંધાર્થી પણ સલામતી નથી રહ્યો તેવા ગંભીર અહેવાલો બહાર આવવા પામી રહ્ય છે. શહેરની ખન્નામાર્કેટ, કલેકટર રોડ, સેકટર -૪ પર દર બુધવારે અને રવિવારે શાક માર્કેટ ભરાય છે જેમા ત્રણ હીસ્ટ્રીશીટરની ત્રીપુટી દ્વારા નિદોર્ષ લારી ગલ્લા ધારકોને પરેશાન કરી રૂપીયા પડાવતાની વાત બહાર આવવા પામી રહી છે. તો બીજીતરફ સેકટર પાંચ વિસ્તારની  શાકમાર્કેટમાં પણ આ જ રીતે દરરોજ રૂપીયા ઉઘરાવવામા આવી  રહ્યા છે. મોટા મોટા શહેરોમાં અને તેના વિસ્તારોમાં ભાઈ અને તેના પંટરો દ્વરા હપ્તા વસુલી કરવામા આવતી હોય છે પરંતુ આ પ્રકારનો માહોલ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં પણ છેલ્લા કેટલાક સયથી દેખાતા સંકુલના ભદ્રવર્ગમાં પણ છુપો ભય પ્રસરી રહ્યો છે. તો વળી નાના ધધાર્થીઓમાં પણ ફફડાટ સાથે હતાશાનો માહોલ ઉભો થવા પામી રહ્યો છે. રોજનું કમાઈને રોજનું ખાનારાઓની પાસેથી પણ જા કોઈ શિરજાર તત્વો-ગુંડાગીરી કરી અને રકમ પડાવીજાય તો આવી કાળજાળ મોંઘવારીમાં તેઓ પાસે તો રેટીયુ રડવા બચે જ શું? ગાધીધામ શહેરમાં દારૂ-જુગાર-આંકડા સહિતના ગુન્હાહીત કારસ્તાનોના પ્રમાણ તો રોજબરોજ માધ્યમોમાં મોટા મથાડા સાથે બહાર આવી જ રહ્યા છે. અને તે તો કોઈથી અજાણ રહ્યુ જ નથી પરંતુ હવે તો નાનો ધંધાર્થી પણ સંકુલમાં સુરક્ષિત ન હોય તે રીતે તેમની પાસેથી નશાની હાલતમાં ચકચુર અવસ્થામાં ત્રણથી ચાર શખ્સો આવી અને પ્રોટેકશન મની વસુલી જતા હોવાની રાવ બહારઆવવા પમા રહી છે. આ ઘટના સ્થાનિક પોલીસતંત્રને માટે કાળી ટીલી જ કહી શકાય તેમ છે. શહેરમાં કાયદો અને વ્યવસથા જાળવવાની જવાબદારી ખાખીધારીઓની જ છે. સામાન્ય જન માનસના જાન-માલની સુરક્ષા થઈ શકે તેવો કાયદાનો ખૌફ ઉભો થવાના બદલે અહી તો ચીભડતત્વો પણ કોઈ કાળા ડગલાધારીના જારે જ જાણે કે, નાના વર્ગ પર ઉઘાડી લુંટ ચલાવવામાં પણ ખાખીનો ખૌફ ન રહ્યો હોય તેવી રીતે અહી હપ્તાવસુલી કરવામા આવી રહી છે. દારૂ-આંકડા-જુગાર-ચીલઝડપ, ધરફોડી, સહીતની ઘટનાઓ તો ગુન્હાહીત રીતે ધમધમી જ રહી છે પરંતુ હવે નાના-નાના લારી ગલ્લાવાળાઓ પાસેથી ‘પ્રોટેકશન-મની’ના રીતસરના હપ્તા વસુલીનો ધીકતો ધંધાનો વકરી ગયો છે સડડો. રોજનું કરીને રોજનું ખાનારાઓ પર પણ અસામાજીક તત્વોનો આતંક પોલીસની મુકપ્રેક્ષક ભરી ભૂમિકા સામ સવાલો ખડા કરી રહ્યો છે અને આવી પોલીસ પર ફીટકાર પણ વરસી રહ્યો છે. અંતરંગ વર્તુળોમાં વરસતા રોષ અનુસાર ગાંધીધામમાં વિવીધ પ્રકારના દુષણો વરસોથી છે પરંતુ ‘પ્રોટેકશન મની’નું દુષણ હાલમાં જ કેટલાક સમયથી વકર્યુ છે..તેના પાછળનું કારણ સંકુલ-જિલ્લામાંં ખાખીએ‘બંગડી’ઓ કરી છે ધારણ. જા હવે આવા તત્વોની સામે કાયદો ડંડો નહી ઉગામે તો આવતીકાલ ખાખી પર પણ આવા શિરજાર તત્વો પ્રહાર કરતા વાર નહી કરે તેમ કહેવુ પણ વધારે નહી કહેવાય.