ફ્લોરિડામાં ફાયરિંગ : ૩ના મોત

ફ્લોરિડા (અમેરિકા). ફ્લોરિડાના જેક્સ્નવિલે એન્ટરટેનમેન્ટ કોમ્પલેક્સમાં રવિવાર રાત્રે થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમાં હુમલાખોર પણ સામેલ છે. હુમલામાં ૧૧ લોકો ઘાય થયા છે. ઘટના ઓનલાઇન વીડિયો ગેમ ટૂર્નામેન્ટ દરમિયાન થઈ. હુમલાખોરે ટૂર્નામેન્ટમાં હારથી નારાજ થઈને ફાયરિંગ કરી દીધું. પોલીસે જણાવ્યું કે, હુમલાખોરની ઓળખ ૨૪ વર્ષીય ડેવિડ કેટ્‌ઝ તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી તેનો મૃતદેહ મળ્યો. ડેવિડ બાલ્ટીમરોનો રહેવાસી હતી. મળતી માહિતી મુજબ, ડેવિડે ઘટનાસ્થળે જ પોતાને ગોળી મારી દીધી. તેની પાસેથી એક ગન મળી આવી છે. જેક્સનવિલે કોમ્પલેક્સમાં અનેક ગેમ્સ બાર, ૨૦ રેસ્ટોરાં અને ૭૦ સ્ટોર છે. ઘટના જીએચએલ એફ ગેમ બારમાં તે સમયે થઈ જ્યારે એક ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય રાઉન્ડ ચાલી રહ્યો હતો. ગેમિંગ ટૂર્નામેન્ટના આયોજન કરનારી કંપની ઈએ સ્પોર્ટસે કહ્યું છે કે આ મામલામાં અધિકારીઓ સાથે મળી કામ કરી રહ્યા છે. આ કંપનીની સાથે દુનિયાભરના ૨૫ કરોડથી છ વધુ ખેલાડીઓ જોડાયેલા છે. ઘટનાસ્થળે ઉપસ્થિત ૧૯ વર્ષની ડ્રિની ગ્લાજાએ જણાવ્યું કે બુલેટ મારા અંગૂઠામાં વાગી. હું માંડ બચ્યો. વધુ એક પ્રત્યક્ષદર્શી રેયાન અલમોને જણાવ્યું- ફાયરિંગનો અવાજ સાંભળતા જ હું નીચેની તરફ નમી ગયો અને રેસ્ટરૂમ તરફ ભાગ્યો. હું લગભગ ૧૦ મિનિટ ત્યાં રહ્યો અને પછી ઘટનાસ્થળેથી બહાર આવવામાં સફળ રહ્યો. હું હજુ પણ આઘાતમાં છું.