ફોટો મતદાર કાપલીમાં મતદારની તમામ વિગતો દર્શાવવામાં આવી

અમદાવાદ : ગુરુવાર અમદાવાદની ૨૧ વિધાનસભા બેઠકો પર કુલ ૫૨,૭૫,૦૬૨ મતદારોને ચૂંટણીપંચ દ્વારા ફોટો મતદાર કાપલીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે મતદાર કાપલીની વિશેષતા એ છેકે તેમાં મતદારની તમામ વિગતોનો સમાવેશ કરી દેવાયો છે. તો પણ જો કોઇ સમસ્યા હોય તો મતદારો તાત્કાલિક ધોરણે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે તે માટે તેઓનો મોબાઇલ નંબર પર છાપવામાં આવ્યો છે. સમસ્યાના ઉકેલ માટે મતદાર કાપલીમાં બીએલઓનો મોબાઇલ નંબર પણ મૂકાયો ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ની ફોટો મતદાર કાપલીમાં રાજ્ય, વિધાનસભા મતવિભાગ, મતદારનું નામ, જાતિ, મતદાર ઓળખપત્ર નંબર, પિતા-પતિનું નામ, ભાગ નંબર, ભાગનું નામ, મતદાર ક્રમાંક અનેમતદાન મથકની વિગતો સચોટ રીતે દર્શાવાઇ છે. ઉપરાંત મતદાનનો સમય, તારીખ, વિગતો અધતનકર્યા તારીખ, જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. એટલે સુધી કે કાપલીની પાછળના ભાગમાં મતદાન મથકનો નકશો પણ અપાયો છે. આ ઉપરાંત જરૃરી સુચનાઓ પણ અપાઇ છે. મતદાનના સમયે મહિલ મતદારોની અલગ લાઇનો કરવી, વરિષ્ઠ નાગરીકોને મતદાનમાં અગ્રિમતા આપવામાં આવશે. આ અંગે ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ મતદાર કાપલીમાં જ તમામ વિગતો હોવાથી મતદારે તેમજ મતદાન અધિકારીઓને સરળતા રહેશે જેથી મોટાભાગનો સમય બચી જશે તેમજ મતદાન પ્રક્રિયાની ઝડપ વધશે.