ફોજદારી કેસોના નામાંકિત ધારાશાસ્ત્રી કે.ટી. ચૌધરીનું નિધન

ભુજ : અહીંના જાણીતા ધારાશાસ્ત્રી કીર્તિસિંહ તેજપાલસિંહ ચૌધરી (કે.ટી. ચૌધરી) નું ૬૧ વર્ષની વયે બ્રેઈન હેમરેજના કારણે દુઃખદ અવસાન થતા કચ્છના ધારાશાસ્ત્રીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. તેઓ આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ વકીલાતની પ્રેક્ટિસ કરી હતી અને ફોજદારી કેસોના તજજ્ઞ વકીલ એમ.બી. સરદાર સાથે જાેડાયા હતા. ત્યારબાદ સ્વતંત્ર વકીલાત શરૂ કરી હતી. કચ્છના ફોજદારી કેસોના વકીલ તરીકે સારી નામના મેળવી હતી. છેલ્લા દોઢ વર્ષથી બ્રેઈન હેમરેજના કારણે કોમામાં હતા. ભુજના જાણીતા એડવોકેટ તથા બાર એસો.ના પૂર્વ પ્રમુખ હેમસિંહ ચૌધરીના બનેવી હતા. તેમના નિધનના સમાચારથી ભુજ ચાર એસોસિએશને એક બાહોશ, માર્ગદર્શક વકીલ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરી સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.