ફેસબુક પર બદનક્ષી થાય તેવું લખાણ લખવા બદલ આરોપીને સમન્સ ઈસ્યુ કરાયો

ગાંધીધામઃ કચ્છ જીલ્લાના ગાંધીધામ તાલુકાના ગાંધીધામ મધ્યે આવેલ ઓરેન ઈન્સ્ટીટયુટ ઓફ બ્યુટી એન્ડ વેલનેસના ડાયરેકટર જયોતિ એલ.રાજવાની દ્વારા નામદાર ગાંધીધામના ચીફ જયુ.મેજી.સાહેબની કોર્ટમાં ગાંધીધામના રહીશ તે આરોપી દ્વારા સુરેશભાઈ ઠક્કર વિરૂદ્ધ ઈ.પી.કોડની કલમ ૪૯૯ તથા પ૦૦ મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે ફરીયાદ નામદાર કોર્ટ દ્વારા ફ્રી.પ્રો.કોડની કલમ ર૦ર અન્વયે આદીપુર પી.એસ.આઈ.ને મોકલતા તેઓના રીપોર્ટ તથા તે સાથેના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા જાતા આરોપી દ્વારા ફરીયાદીની સંસ્થામાં એડમીશન લીધા બાદ કોર્ષ અંગે સંતોષ ન થતા ફરીયાદીને ભરેલ નાણા પરત આપવાનું આરોપીને જણાવતા આરોપીએ નાણા પરત ન આપતા આરોપીઓ ફરીયાદી વિરૂદ્ધ ફેસબુક ઉપર કમેન્ટ કરી ફરીયાદીને બદનક્ષી થાય તેવું લખાણ કરેલાનું રેકર્ડ પરથી જણાઈ આવતું હોઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરૂદ્ધ ઈ.પી.કોડની કલમ ૪૯૯, પ૦૦ મુજબના સમન્સ ઈશ્યુ કરવાનો હુકમ ફરમાવેલ છે આ કામે અનીતા એલ.રાજવાણીએ રજુઆત કરી હતી.